Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3 Teaser: હવે સલમાન ખાન નહીં પણ ચુલબુલ પાંડે કરશે પ્રમોશન

Dabangg 3 Teaser: હવે સલમાન ખાન નહીં પણ ચુલબુલ પાંડે કરશે પ્રમોશન

01 October, 2019 03:54 PM IST | મુંબઈ

Dabangg 3 Teaser: હવે સલમાન ખાન નહીં પણ ચુલબુલ પાંડે કરશે પ્રમોશન

સલમાન ખાન

સલમાન ખાન


બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ દબંગ-3નો ફર્સ્ટ લૂક રીલિઝ થઈ ગયો છે. સલમાન ખાને પોતાના ટ્વિટર અકાઉન્ટથી વીડિયો રીલિઝ કર્યો છે અને ફર્સ્ટ લૂકની જાણકારી આપી છે. વીડિયોમાં સલમાન ખાને ચુલબુલ પાંડે વાળા લૂકને બતાવવામાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું છે કે સલમાનનો લૂક કેવો હશે. સલમાન ખાને આ વીડિયોચુલબુલ પાંડે ઈઝ બેકના નામથી શેર કર્યો છે.

આ વીડિયોમાં સલમાનના આખા લૂકને ક્લોઝ અપ શૉટ્સના માધ્યમથી બતાવવામાં આવ્યો છે. અને પાછળ સલમાન ખાનનો વૉઈસ ઑવર છે. વીડિયોમાં સલમાન ખાન કહી રહ્યા છે કે, કમાલ કરો છો પાંડેજી.જ્યારે ચુલબુલ પાંડે સાથે જોડાયેલા છે આખા ઈન્ડિયાના ઈમોશન્સ તો સલમાન ખાન કેમ કરશે દબંગનું પ્રમોશન. પિક્ચર અમારું, પોસ્ટર અમારું તો પ્રમોટ પણ અમે જ કરીશું. આજથી લઈને 20 ડિસેમ્બર સુધી અને તે બાદ સુધી અમારું સ્વાગત નહીં કરો.....

ટીઝરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેની સ્ટાઈલમાં હસતા પણ નજર આવી રહ્યા છે. આ ટ્વીટ સાથે જ સલમાન ખાને ટ્વિટર પર પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે કરી નાખ્યું છે. જણાવી દઈએ કે આ વખતે સલમાન ખાન અલગ અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરશે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?



ફિલ્મ 20 ડિસેમ્બરે મોટા પડદા પર આવશે અને તેને ક્રિસમનો ફાયદો મળી શકે છે. સલમાન સાથે ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 03:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK