ક્વાથાનું શૂટિંગ ઑક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે : આયુષ શર્મા

05 October, 2019 01:51 PM IST  |  મુંબઈ

ક્વાથાનું શૂટિંગ ઑક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે : આયુષ શર્મા

આયુષ શર્મા

આયુષ શર્માએ જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘ક્વાથા’નું શૂટિંગ આ વર્ષે ઑક્ટોબરનાં અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. કૅટરિના કૈફની બહેન ઇઝાબેલ કૈફ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. ૨૦૨૦માં રિલીઝ થનારી આ ફિલ્મની સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે. આયુષ એક આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મણીપૂરમાં કરવામાં આવશે. ‘ક્વાથા’ ભારત અને મ્યાનમારની સીમા પર આવેલુ એક ગામ છે. આર્મી ઑફિસરનાં પાત્ર માટે આયુષ ખાસ ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. આ વિશે આયુષે કહ્યું હતું કે ‘હું એક આર્મી ઑફિસર જેવો દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ રોલની તૈયારી માટે હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ. હું હાલમાં આર્મી પાસે ટ્રેઇનિંગ લઈ રહ્યો છું. તેમની બૉડી-લેન્ગ્વેજ સમજવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. મારા મુજબ અમે ૨૦થી ૨૫ દિવસની અંદર એટલે કે ઑક્ટોબરનાં અત સુધીમાં શૂટિંગ શરૂ કરવાનાં છીએ.’

આ પણ વાંચો : પપ્પાની તબિયત હવે સારી હોવાથી અમે જલદી ક્રિશ 4 પર કામ કરીશુ : હૃતિક રોશન

સુંદરતા વિશે પોતાનાં વિચાર જણાવતાં આયુષે કહ્યું હતું કે ‘મારા માટે સુંદરતા માત્ર બહારની જ નહીં, પરંતુ દિલથી પણ સુંદર હોવુ મહત્ત્વ ધરાવે છે. મારું એમ પણ માનવું છે કે તમારી આસપાસનાં લોકો સાથે તમે કેવુ વર્તન કરો છો એ પણ ખૂબ જરૂરી છે.’

aayush sharma bollywood news