#MeTooને કારણે ફિલ્મ પર અસર ન પડે એની તકેદારી રાખવી જોઈએ: ક્રિતી

22 February, 2019 11:01 AM IST  | 

#MeTooને કારણે ફિલ્મ પર અસર ન પડે એની તકેદારી રાખવી જોઈએ: ક્રિતી

ક્રિતી સૅનન

ક્રિતી સૅનનનું કહેવું છે કે#MeToo અભિયાનને કારણે તેમની ફિલ્મ પર કોઈ અસર ન પડે એની તકેદારી રાખવામાં આવી હતી. ‘હાઉસફુલ ૪’માં ડિરેક્ટર સાજિદ ખાન અને નાના પાટેકર પર લાગેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપને કારણે તેમને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ ફરહાદ સામજીને ડિરેક્શનની જવાબદારી સોંપવામાં આવી હતી. નાના પાટેકરને બદલે રાણા દગુબટ્ટીને લેવામાં આવ્યો છે. આ ફિલ્મ વિશે ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘આ તમામ ઘટનાઓને કારણે સેટ પર અજીબ લાગતું હતું. ફિલ્મની અધવચ્ચે જ અચાનક બીજા ડિરેક્ટરને ફિલ્મની કમાન સોંપવામાં આવી હતી, પરંતુ અમે પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા સર પર બધો આધાર રાખ્યો હતો. તેમણે કેટલાક નિર્ણયો લીધા અને ખૂબ જ સરસ રીતે બધું સંભાળી લીધું હતું. અમે બે દિવસથી વધુ શૂટિંગ બંધ નહોતું રાખ્યું. અમે એક દિવસ પહેલાં જ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. અમે ફિલ્મ સારી બને એ જ ઇચ્છા રાખતાં હતાં અને એ વાતની પણ તકેદારી રાખી હતી કે ફિલ્મ પર કોઈ પ્રકારની માઠી અસર ન પડે. એક વાર જો ફિલ્મ બની જાય તો એ હંમેશાં માટે બની જાય છે. અમે બધાં એ માટે સાથે હતાં.’

આ પણ વાંચો: તૈમુરના ફોટો ક્લિક કરવા માટે ક્યારેય ના નથી પાડી: કરીના

ફિલ્મ માટે વધારે પૈસા ખર્ચીને કેટલાક સીન્સ રીશૂટ કરવામાં આવ્યા હતા. આ વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘એ ઘટના બાદ અમે કેટલાક અગત્યના જેવા કે ઇન્ટરવલ અને ક્લાઇમૅક્સનું શૂટ કર્યું હતું. આ સીક્વન્સિસ ખૂબ જ ક્રેઝી હતી, કારણ કે આખી સ્ટારકાસ્ટ સાથે હતી. અમારા પ્રોડ્યુસરે વધારે પૈસા ખર્ચીને એ સીન્સ રીશૂટ કરાવ્યા હતા.’

kriti sanon MeToo bollywood news