2021 ડિસેમ્બરમાં કિક 2 આવશે : સાજિદ નડિયાદવાલા

16 January, 2020 01:19 PM IST  |  Mumbai

2021 ડિસેમ્બરમાં કિક 2 આવશે : સાજિદ નડિયાદવાલા

સાજિદ નડિયાદવાલા

સાજિદ નડિયાદવાલાનું કહેવું છે કે ‘કિક ૨’ને ૨૦૨૧ની ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. ૨૦૧૪માં આવેલી ‘કિક’ની સીક્વલની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી છે. જોકે ‘કિક ૨’ પહેલા સાજિદ અને સલમાન ખાન ૨૦૨૧ની ઇદ પર ‘કભી ઈદ કભી દિવાલી’ લઈને આવી રહ્યાં છે. આ વિશે પૂછતાં સાજિદે કહ્યું હતું કે ‘મેં ‘કિક ૨’ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું એ પહેલાં મેં ‘કભી ઈદ કભી દિવાલી’ની સ્ક્રિપ્ટ પર કામ કર્યું હતું. સલમાન અને હું છ વર્ષ બાદ ફરી કામ કરી રહ્યાં છે અને અમારા ‘જુડવા’ના દિવસો ફરી આવી ગયા હોય એવું મને ફીલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : અવેન્જર્સ : એન્ડગેમના ડિરેક્ટર્સની વેબ સિરીઝમાં જોવા મળશે પ્રિયંકા ચોપડા જોનસ

‘કભી ઈદ કભી દિવાલી’માં અમે સલમાનને એકદમ અલગ અવતારમાં રજૂ કરીશું અને મને આશા છે કે દર્શકોને એ પસંદ આવશે. હિરોઇન નક્કી થઈ ગયા બાદ અમે શૂટિંગની તારીખો પર ચર્ચા કરીશું. હું હમણાં ‘કિક ૨’ની સ્ક્રિપ્ટ પર પૂરું કરવા પર ધ્યાન આપી રહ્યો છું, જે ૨૦૨૧ની ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.’

Salman Khan kick sajid nadiadwala bollywood news entertaintment