કબીર સિંહનું શૂટિંગ પૂરું થતાં કેક-કટિંગ કરીને ટીમે કર્યું સેલિબ્રેશન

13 April, 2019 09:53 AM IST  | 

કબીર સિંહનું શૂટિંગ પૂરું થતાં કેક-કટિંગ કરીને ટીમે કર્યું સેલિબ્રેશન

‘કબીર સિંહ’ની પૂરી ટીમ

‘કબીર સિંહ’નું શૂટિંગ હાલમાં જ પૂરું થતાં શાહિદ કપૂર, કિઆરા અડવાણી અને પૂરી ટીમે સાથે મળીને કેક-કટિંગ કરીને રૅપ-અપ પાર્ટી સેલિબ્રેટ કરી હતી. તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની આ હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિઆરા અડવાણીની જોડી પહેલી વાર સ્ક્રીન પર જોવા મળશે. આ રૅપ-અપ પાર્ટીનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કિઆરાએ ટ્વીટ કર્યું હતું કે ‘અમારી ફિલ્મ ‘કબીર સિંહ’નું શૂટિંગ પૂરું થયું છે. ફિલ્મ તમે ૨૧ જૂને જોઈ શકશો.’

આ પણ વાંચો : ફૌજીના ડિરેક્ટર કર્નલ રાજ કપૂરનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી શાહરુખે

પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદે કૅપ્શન આપી હતી કે ‘એક સ્ટાર તરીકે તમે પોતાને શ્રેષ્ઠ દેખાડવાનો પ્રયાસ કરો છો, પરંતુ એક કલાકાર તરીકે તમારામાં એ સામર્થ્ય હોવું જોઈએ કે તમે તમારું સૌથી ખરાબ પાસું પણ દેખાડી શકો. કબીર સિંહ મારા બ્લડમાં છે. આશા રાખું છું કે તમે પણ એને ફીલ કરી શકશો.’

kiara advani shahid kapoor bollywood news