કિયારાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે હૉરર-કૉમેડી કરશે

25 October, 2019 10:15 AM IST  |  મુંબઈ

કિયારાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે હૉરર-કૉમેડી કરશે

કિયારા અડવાણી

કિયારા અડવાણીએ ક્યારેય નહોતું વિચાર્યું કે તે હૉરર કૉમેડીમાં કામ કરશે. કિયારાની હાલમાં ‘ગૂડ ન્યુઝ’ રિલીઝ થવાની છે. આ સાથે જ તે અક્ષયકુમાર સાથે ‘લક્ષ્મી બૉમ્બ’ અને કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળશે. આ બન્ને હૉરર-કૉમેડી ફિલ્મ છે જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ વિશે પૂછતાં કિયારાએ કહ્યું હતું કે ‘મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું હૉરર-કૉમેડી ફિલ્મમાં કામ કરીશ. મારી ‘લક્ષ્મી બૉમ્બ’ બાદ ‘ભૂલ ભુલૈયા 2’ આવવાની છે. બન્ને ફિલ્મો ખૂબ જ અલગ છે અને એથી હું ખૂબ જ ઉત્સાહિત છું.’

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ બની છે દ્રૌપદી

અક્ષય સાથે કામ કરવા વિશે કિયારાએ કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મને લઈને ખૂબ જ મહેનત કરી રહ્યાં છીએ કારણ કે આ ફિલ્મ પાસેથી લોકોને ઘણી અપેક્ષા છે. હું અક્ષયકુમાર સરની ‘ભૂલ ભુલૈયા’ની ખૂબ જ મોટી ફૅન છું. આ પહેલી હૉરર-કૉમેડી ફિલ્મ છે જે મેં જોઈ હતી.’

kiara advani bollywood news