Katrina Kaif:શું છે અભિનેત્રીનું સાચું નામ, જાણો 15 અજાણી વાતો

16 July, 2019 10:09 AM IST  |  મુંબઈ

Katrina Kaif:શું છે અભિનેત્રીનું સાચું નામ, જાણો 15 અજાણી વાતો

Image Courtesy: Katrina Kaif Instagram

બોલીવુડની અભિનેત્રી કેટરીના કૈફ આજે 36 વર્ષની થઈ ચૂકી છે. હોંગકોંગમાં જન્મેલી કેટરીના હવાઈ અને ઈંગ્લેન્ડમાં મોટી થઈ છે. તેણે મોડેલિંગની શરૂઆત લંડનમાં કરી હતી. અને હવે તે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ચૂકી છે.

કેટરીના કૈફ ભલે સારું હિન્દી ન બોલી શક્તી હોય, પરંતુ તેણે હિન્દી, તેલુગુ, મલયાલી ભાષામાં ફિલ્મો કરી છે. જી હાં, કેટરીના ફક્ત દેખાવમાં જ સુંદર નથી પરંતુ ટેલેન્ટ મામલે પણ ખૂબ જ સ્માર્ટ છે. ચાલો જાણીએ કેટર વિશેની એવી 15 વાતો જે તમે ભાગ્યે જ સાંભળી હશે.

- કેટરીના કૈફનો જન્મ 1983માં હોંગ કોંગમાં થયો હતો. તેનું સાચુ નામ Katrina Turquotte છે.

- કેટરીનાએ સ્કૂલમાં અભ્યાસ નથી કર્યો, તેણે હોમ સ્કૂલિંગ કર્યું છે.

- કેટરીનાના પિતા અને માતા સાથે નથી રહેતા. તેની માતાએ જ તેને મોટી કરી છે. કેટરીનાને 6 બહેન અને 1 ભાઈ છે.

- કેટરીના કૈફની પહેલી ફિલ્મ 'બૂમ' હતી, જે 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ હતા.

- કેટરીના કૈફને 2004માં આવેલી તેલુગુ ફિલ્મ મલ્લીસ્વરી માટે 75 લાખની ફી અપાઈ હતી. તે સમયે સાઉથની ફિલ્મોમાં આ સૌથી વધુ ફી હતી.

- કેટરીના કૈફના પિતા કાશ્મીરી મૂળના હતા અને તેમની માતા બ્રિટનની છે.

- કેટરીના કૈફની પહેલી ફિલ્મ 'બૂમ'ના પ્રોડ્યુસર આયેશા શ્રોફે તેનું નામ Katrina Turquotteથી બદલીને કેટરીના કૈફ કરી નાખ્યું હતું. જેથી ભારતમાં લોકો તેને સ્વીકારી શકે. પહેલા તેનું નામ કેટરીના કાઝી કરવાનું હતું જો કે આખરે કૈફ કરવામાં આવ્યું.

- કેટરીનાએ લંડનમાં પોતાનું મોડેલિંગ શરૂ કર્યું હતું, અને લંડનમાં એક ફેશન વીક દરમિયાન તેમને બોલીવુડમાં તક મળી હતી. એવું માનવામાં આવે છે કે ફિલ્મ મેકર કૈઝાદ ગુસ્તાદે કેટરીનાને આ ફેશન વીકમાં જોયા બાદ બૂમ ઓફર કરી હતી.

- કહેવાય છે કે કેટરીના ધર્મમાં ખૂબ માને છે. તે કોઈ પણ ફિલ્મ રિલીઝ થતા પહેલા સિદ્ધિવિનાયક, મુંબઈની માઉન્ટ મેરી ચર્ચ અને અજમેરની દરગાહ શરીફમાં જાય છે.

- કેટરીના ટ્રસ્ટ અને ડોનેશન આપવામાં પણ આગળ છે. તે ઘણીવાર ડોનેશન માટે ફ્રીમાં કામ કરી ચૂકી છે.

- એવું કહેવાય છે કે ઈંગ્લેન્ડમાં કેટરીના કૈફ પાસે ઘણી પ્રોપર્ટી છે, પરંતુ ભારતમાં તે ભાડના ઘરમાં રહે છે.

- તમે ભલે કેટરીના કૈફને ભારતમાં વર્ષોથી જોતા આવ્યા હોય પરંતુ તે ભારતીય નાગરિક નથી અને વીઝાના આધારે ભારતમાં રહીને કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

- કેટરીના કૈફની પહેલી ફિલ્મ બી ગ્રેડ ફિલ્મ હતી, જે ફ્લોપ થયા બાદ ખૂબ જ ટીકા થઈ હતી.

- કેટરીના કૈફે સૌથી વધુ અક્ષયકુમાર સાથે કામ કર્યું છે.

- કેટરીનાને અત્યાર સુધીની કરિયરમાં કુલ 25 એવોર્ડ મળી ચૂક્યા છે.

katrina kaif amitabh bachchan Salman Khan bollywood