ઍક્ટિંગથી થોડા સમય માટે દૂર રહેવું એ મારી ચૉઇસ હતી : કરિશ્મા કપૂર

23 May, 2019 07:15 AM IST  |  મુંબઈ

ઍક્ટિંગથી થોડા સમય માટે દૂર રહેવું એ મારી ચૉઇસ હતી : કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરનું કહેવું છે કે થોડા સમય માટે ફિલ્મોથી દૂર રહેવું એ તેની ચૉઇસ હતી. કરિશ્માએ છેલ્લે ૨૦૦૬માં આવેલી ‘મેરે જીવનસાથી’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં મહેમાન ભૂમિકા અને ગીતમાં ડાન્સ કર્યો છે. ફિલ્મોમાંથી ગાયબ થયા બાદ તેણે ઘણી ઍડમાં પણ કામ કર્યું છે. બે બાળકો સમાયરા અને કિઆનની મમ્મી હવે એકતા કપૂરના વેબ-શો ‘મેન્ટલહૂડ’ દ્વારા ફરી ઍક્ટિંગમાં કમબૅક કરી રહી છે.

આ વિશે પૂછતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘ઍક્ટિંગ મારી રગેરગમાં વસેલી છે. આ એવી વસ્તુ છે જે મારાથી ક્યારેય દૂર નથી જવાની. મને કોઈ ઇન્ટરેસ્ટિંગ ઑફર મળે એની હું રાહ જોઈ રહી હતી. મારાં બાળકો ખૂબ જ નાનાં હોવાથી ઍક્ટિંગથી દૂર રહેવું એ મારી ચૉઇસ હતી. મારી ફૅમિલી અને બાળકો સાથે રહેવું એ મારી ચૉઇસ હતી.’

આ પણ વાંચો : Suhana Khan:ફૂટબોલ ગ્રાઉન્ડથી એક્ટિંગ સુધી પહોંચી છે શાહરુખ ખાનની પુત્રી

તે ફરી કામ કરી રહી હોવાથી તેનાં બાળકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વિશે વધુ જણાવતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. મેં ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મારી ફૅમિલીમાં દરેક વ્યક્તિ ઍક્ટર છે અને તેમણે ઇન્ડસ્ટ્રીમાં તેમનું યોગદાન આપ્યું છે. ઍક્ટિંગને લઈને અમારા ઘરનો જે સિદ્ધાંત છે એ મારાં બાળકોમાં પણ આવે એવી હું આશા રાખું છું.’

karisma kapoor bollywood news