લાલ કપ્તાન કરીનાને પસંદ પડે એવી ફિલ્મ નથી : સૈફ અલી ખાન

13 October, 2019 02:18 PM IST  |  મુંબઈ

લાલ કપ્તાન કરીનાને પસંદ પડે એવી ફિલ્મ નથી : સૈફ અલી ખાન

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાનનું એવુ માનવુ છે કે ‘લાલ કપ્તાન’ કરીના કપૂર ખાનને પસંદ નહીં પડે. આ ફિલ્મ છોકરાઓને ગમશે. આ ફિલ્મમાં તે નાગા સાધુના રૂપમાં જોવા મળશે. ૧૮ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મને ઇરોઝ ઇન્ટરનૅશનલ અને આનંદ એલ. રાય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ડિરેક્ટર નવદીપ સિંહની આ ફિલ્મમાં સૈફની સાથે સોનાક્ષી સિંહા, દીપક ડોબરિયાલ, ઝોયા હુસેન અને માનવ વિજ પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેનો લુક તો કરીનાને પસંદ પડ્યો, પરંતુ તેને આ ફિલ્મ નહીં ગમે એ વિશે જણાવતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે આ ફિલ્મ તેને પસંદ આવે. તેને મારો લુક તો ગમ્યો, પરંતુ મારું માનવું છે કે તેને આ ફિલ્મ નહીં ગમે. આ ફિલ્મ છોકરાઓને ગમશે.

આ પણ વાંચો : સિનેમા અને સ્ટ્રીમિંગ બન્ને સહઅસ્તિત્વ ધરાવે છે : અજય દેવગન

આશા રાખુ છું કે કદાચ હું ખોટો ઠરું, પરંતુ આ ફિલ્મ તો તેને પસંદ નહીં આવે. તેને ‘સ્ટાર વૉર્સ’, ‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’ અને ‘ગેમ ઑફ થ્રોન્સ’ પણ તેને પસંદ નથી.’

આટલુ જ નહીં સૈફે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે તેની ‘સેક્રેડ ગેમ્સ’ જોવા માટે કરીના પર દબાણ નાખવામાં આવ્યુ હતું. એથી તેણે એનાં માત્ર ચાર એપિસોડ્સ જોયા હતાં. એ જોયા બાદ કરીનાનું રિએક્શન કેવું હતું એ વિશે સૈફે કહ્યું હતું કે તે કુકુના કૅરૅક્ટરને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

saif ali khan kareena kapoor bollywood news