ઇરફાન સાથે કામ કરવાની તક મારે છોડવી નહોતી: કરીના કપૂર ખાન

14 May, 2019 12:11 PM IST  |  મુંબઈ

ઇરફાન સાથે કામ કરવાની તક મારે છોડવી નહોતી: કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન અને ઇરફાન ખાન

‘અંગ્રેઝી મીડિયમ’માં ઇરફાન સાથે જોવા મળનાર કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે તેને ઇરફાન સાથે કામ કરવાની તક છોડવી નહોતી. ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ છે. ‘અંગ્રેઝી મીડિયમ’. રાધિકા મદન અને દીપક ડોબરિયાલની આ ફિલ્મને હોમી અડાજણિયા ડિરેક્ટ કરી રહ્યો છે. 

આ પણ વાંચો : 'કબીર સિંહ'નું ટ્રેલર રિલીઝ, સોશિયલ મીડિયા પર મળી રહ્યો છે જબરદસ્ત રિસ્પોન્સ

આ ફિલ્મમાં કરીના નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વિશે વધુ જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘મેં આ તકને તરત ઝડપી લીધી, કેમ કે હું નથી જાણતી કે ફરી આ તક મને મળશે કે નહીં. અમે અલગ પ્રકારના ઍક્ટર છીએ. અમે એક જ પ્રકારની ફિલ્મો નથી કરતાં. મારી પાસે જ્યારે આ રોલની ઑફર આવી ત્યારે હોમીએ મને કહ્યું હતું કે આ એક કૂલ રોલ છે. નાનકડી ભૂમિકા હોવા છતાં પણ મને ઇરફાન સાથે કામ કરવાની તક મળશે.’

irrfan khan kareena kapoor bollywood news