આન્ટી કહેતાં ગુસ્સે થઈ કરીના કપૂર ખાન

09 March, 2019 08:42 AM IST  | 

આન્ટી કહેતાં ગુસ્સે થઈ કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

અરબાઝ ખાન દ્વારા શરૂ કરવામાં આવી રહેલા એક નવા વેબ ચૅટ-શોમાં કરીનાએ હાજરી આપી હતી. આ શોમાં અરબાઝે તેને એક કમેન્ટ દેખાડી હતી જેમાં એક યુઝરે તેને કહ્યું હતું કે તું આન્ટી બની ગઈ છે એથી ટીનેજર જેવો દેખાડો કરવાનું બંધ કર. આ વાંચીને પહેલાં કરીના સ્માઇલ આપી રહી હતી, પરંતુ ત્યાર બાદ ગુસ્સે થઈ કટાક્ષમાં કહ્યું હતું કે ‘સેલિબ્રિટીઝ, ઍક્ટર્સ અને ઍક્ટ્રેસને કોઈ ફીલિંગ્સ નથી હોતી. તેમને જે કહેવામાં આવે એ તેમણે સાંભળી લેવું પડે છે.’

આ પણ વાંચો : કલંકમાં સોનાક્ષી બાદ માધુરીનો લુક પણ આવ્યો સામે, જુઓ બહાર બેગમનો અંદાજ

પહેલા પણ કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો હવે એક્ટર્સને આદર નથી આપતા. એણે કહ્યું હતું કે પહેલા કલાકારોનું આદર થતું હતું પરંતુ હવે હું જોઉં છું તો એવું કઈ છે જ નહીં. પહેલા એક્ટર્સની એક ઝલક જોવા લોકો ઉત્સાહિત થતા પરંતુ હવે તો સોશિયલ મીડિયા પર ઘણા કલાકારો પોતાના અશ્લીલ ફોટો શેર કરે છે.

kareena kapoor bollywood news