હવે પ્રિયંકા ચોપરા પર ભડકી કંગના રનૌતની બહેન રંગોલી, આ રીતે કરી ટ્રોલ

25 September, 2019 05:28 PM IST  |  મુંબઈ

હવે પ્રિયંકા ચોપરા પર ભડકી કંગના રનૌતની બહેન રંગોલી, આ રીતે કરી ટ્રોલ

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે વિશ્વના નેતાઓ સામે જળવાયુ પરિવર્તન પર આપેલુ ભાષણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. ઘણા બોલીવુડ સેલેબ્સે પણ તેનું સમર્થન કર્યું છે, જેમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, સ્વરા ભાસ્કરના નામ સામેલ છે. જો કે પ્રિયંકા ચોપરાએ ગ્રેટાને આપેલા સમર્થન બાદ તેઓ ટ્રોલર્સના નિશાને આવ્યા છે. હવે લોકો તેમને સમર્થન કરવાને કારણે ટ્રોલ કરી રહ્યા છે.

આ જ લિસ્ટમાં એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલીનું નામ પણ સામેલ છે. તેણે પ્રિયંકા ચોપરા વિરુદ્ધ પોતાની વાત કહી છે. પહેલા અમે તમને એ જણાવી દઈએ કે આખરે પ્રિયંકા ચોપરાએ ગ્રેટાના સમર્થનમાં શું કહ્યું હતું. પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરીને કહ્યું હતું,'થેન્ક યુ ગ્રેટા... તે અમારા ચહેરા પર એક જરૂરી લાફો માર્યો, તે અમારી આખી પેઢીને એક સાથે લાવીને અમને કહ્યું કે આપણે ઘણું સારુ કરવાની જરૂર છે. આખરે આપણી પાસે આ એક જ ગ્રહ છે.'

પ્રિયંકા ચોપારના આ ટ્વિટ પર રંગોલી ચંદેલે ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. રંગોલીએ કહ્યું,'ડિયર પીસી, તમને પાછા જોઈને સારુ લાગ્યુ. હા આ યુવતી સારુ કામ કરી રહી છે, પરંતુ આપણા દેશમાં પણ ઘણા લોકો તન, મન, ધનથી પર્યાવરણ માટે કામ કરી રહ્યા છે, ફક્ત લેક્ચર નથી આપી રહ્યા, પરિણામ પણ આપે છે. તેમના માટે પણ કેટલાક પ્રેમભર્યા શબ્દો બોલશો... તો સારું લાગશે.'

તેની સાથે જ ઘણા અન્ય લોકો પણ પ્રિયંકા ચોપરાનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો તેમને પોતે મદદ કરવા અને પોતાની સંપતિ વેચવા પણ સલાહ આપી છે. જોઈએ પ્રિયંકાને કેવા કેવા જવાબ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા 16 વર્ષની ગ્રેટા થનબર્ગે પોતાના ભાષણથી લોકોને હલબલાવી દીધા છે. તેણે પોતાના સંબોધનમાં ભાવુક થઈને કહ્યું,'તમે લોકોએ અમને નિષ્ફળ કરી દીધા. અમારા જેવા યુવાનોની નજર તમારા પર છે અને જો તમે અમને ફરી નિષ્ફળ કર્યા તો અમે તમને ક્યારેય માફ નહીં કરીએ.' ગુસ્સામાં ગ્રેટાએ આપેલું આ સંબોધન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.

kangana ranaut priyanka chopra entertaintment news