પર્યાવરણનાં રક્ષણ માટે મારી કમાણીની મોટાભાગની રકમ ડોનેટ કરીશ : કંગના

02 September, 2019 12:04 PM IST  |  | ઉપાલા કે. બી. આર.

પર્યાવરણનાં રક્ષણ માટે મારી કમાણીની મોટાભાગની રકમ ડોનેટ કરીશ : કંગના

કંગના રનોટે જણાવ્યું છે કે તે પોતાની આવકનો મોટો ભાગ પર્યાવરણનાં સંરક્ષણ માટે ડોનેટ કરવાની છે. કંગના હાલમાં સદગુરૂ જગ્ગી વાસુદેવનાં ઇશા ફાઉન્ડેશન સાથે જોડાઈ છે. આ સંસ્થાએ કાવેરી નદીનાં જતન અને રક્ષણ માટે કેટલીક યોજનાઓ બનાવી છે. સાથે જ પર્યાવરણની સુરક્ષા માટે કાવેરી નદીની આસપાસ લગભગ ૨૪૨ કરોડ છોડ રોપવાનું લક્ષ રાખ્યુ છે.

આ જ કારણ છે કે કાવેરી નદીનાં કિનારા પર વધુ પ્રમાણમાં પાણીને જાળવી રાખવામાં આવશે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘નદીઓ આપણા માટે લાઇફલાઇન છે, પરંતુ વર્તમાનમાં એનું જ અસ્તિત્વ જોખમમાં છે. ચેન્નઈમાં પડેલો દુકાળ હાલ વૈશ્વિક મુદ્દો બની ગયો છે. લિયોનાર્દો ડિ કેપ્રિયો અમેરિકામાં બેઠાબેઠા ચેન્નઈની ચિંતા કરે છે. ઇન્ડિયામાં જે કંઈ થઈ રહ્યું છે એની ચિંતા મને ન હોય તો મારે શરમથી મરી જવું જોઈએ.’

લોકોએ પર્યાવરણનાં બચાવ માટે કેવા પ્રકારની પહેલ કરવી જોઈએ કે જેથી કરીને આપણને સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે. એ વિશે લોકોને સલાહ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ વર્ષે માત્ર ૪૨ રૂપિયા એક છોડ માટે ડોનેટ કરવા જોઈએ. ઇશા ફાઉન્ડેશનનાં વૉલિન્ટિયર્સ એ છોડને વાવશે.

આ પણ વાંચો: અક્ષય કુમારનો ફૅન 900 કિલોમીટર ચાલીને દ્વારકાથી મુંબઈ પહોંચ્યો

આપણાં દેશની લોકસંખ્યા ૧.૩ બિલ્યન છે. ધારો કે દરેક વ્યક્તિ રોપાઓ માટે ડોનેટ કરે તો આપણી ધરતી કેટલી હરિયાળી થઈ જશે. મારી બહેન રંગોલીએ કહ્યું હતું કે તે પણ આ કાર્યને સપોર્ટ કરશે, જેથી કરીને તેનાં દીકરા પૃથ્વીનો ઉછેર હરિયાળા વાતાવરણમાં થઈ શકે. મારી દરેકને વિનંતી છે કે તેઓ આવનારી પેઢી વિશે વિચારે અને આ નેક કાર્ય માટે વધુ પ્રમાણમાં ભાગ લે. હું મારી આવકનો મોટો ભાગ આ કાર્યમાં ડોનેટ કરવાની છું.’

kangana ranaut gujarati mid-day