કંગના રનૌત ફરી બની ધાકડ, બોલીવુડ પર સાધ્યું સીધુ નિશાન

11 August, 2019 08:57 PM IST  | 

કંગના રનૌત ફરી બની ધાકડ, બોલીવુડ પર સાધ્યું સીધુ નિશાન

બોલીવુડ અભિનેત્રી કંગન રનૌત હંમેશા ધાકડ નિવેદનથી લોકોમાં ચર્ચામાં રહે છે. તે પોતાના બિન્દાસ નિવેદનોના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. તેણે ફરી એકવાર બોલીવુડ પર નિશાન સાધ્યું છે. હજું થોડા સમય પહેલા જ એક પત્રકાર સાથે જાહેરમાં બોલાચાલી થઈ હતી. કંગના બોલીવુડ અને બોલીવુડમાં કામ કરતા લોકો માટે અવારનવાર બોલતી રહી છે પરંતુ આ વખતે કંગનાએ બોલીવુડને એક ગેંગસ્ટર માફિયા સાથે સરખાવી છે.

કંગનાએ હાલમાં જ બોમ્બે ટાઈમ્સને ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને બોલીવુડને ટાર્ગેટ કર્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે, 'બોલીવુડમાં કોઈ પણ પ્રતિભાવાન વ્યક્તિઓની કદર કરવામાં નથી આવતી. કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક માફિયા ગેંગસ્ટરની જેમ કરતી હોવાના આરોપ લગાવ્યા છે જેમા પાવર પોલિટિક્સ અને ગેમ રમવામાં આવે છે. આવા લોકોએ પોતાના નેટવર્કની જાળ બિછાવી રાખી છે. આ લોકો એકબીજા સાથે કામ કરી રહ્યા છે અને બીજા લોકોને આગળ આવવા દેતા નથી.'

આ પણ વાંચો: MAN VS WILDમાં PM મોદી સાથેનો આ એપિસોડ છે ખાસ, જાણો વિગતો

વધુમાં કંગનાએ કહયું હતું કે, 'હવે હું મજબુત થઈ ગઈ છું જયારે હું નવી આવી ત્યારે મને લાગતુ હતુ કે, અહી બધુ પ્રતિભા પર છે. મે મારી જાતમે સાબિત કરવા બનતા બધા જ પ્રયત્નો કર્યો. ફિલ્મી દુનિયામાં એક્ટિંગની સાથે સાથે ફિલ્મ ડિરેક્શન, સ્ક્રિપ્ટ રાઈટીંગ શીખી પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તમારી પ્રતિભાનું કોઈ મહત્વ નથી. બોલીવુડમાં માફિયારાજ છે જે કોઈની માટે સારૂ નથી. દરેક વસ્તુની એક કિંમત હોય છે જો તમારે સફળ થવુ હોય તો તમારે તેની કિંમત ચૂકવવી પડે છે. ખોટી સફળતા જોઈતી હોય તો આ માફિયા ગ્રુપમાં સામેલ થઈ જાઓ અને તેમના ઈશારે નાચવા લાગો.'

kangana ranaut gujarati mid-day