કરણી સેનાને કંગનાનો જડબાતોડ જવાબ

18 January, 2019 06:19 PM IST  | 

કરણી સેનાને કંગનાનો જડબાતોડ જવાબ

કંગનાનો કરણી સેના પર વાર

આ ફિલ્મને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ શુક્રવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી રાણી લક્ષ્મીબાઈના બલિદાનની ગાથા ગાતી દર્શાવવાનો પ્રયાસ કરે છે.

કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાને લઈને વિવાદ થઈ રહ્યા છે. કરણી સેનાએ ફિલ્મ પદ્માવતની જેમ જ આ ફિલ્મનો પણ વિરોધ કરવાનો શરૂ કર્યો છે. આ વિશે કંગનાએ સીધે-સીધું કહી દીધું છે કે જો તે મને કે મારી ફિલ્મને હેરાન કરશે તો હું તેમને બરબાદ કરી નાખીશ.

કંગના રનૌતે આ વિશે નિવેદન આપતાં કહ્યું છે કે અમે આ ફિલ્મને ચાર ઇતિહાસકારોના સાંનિધ્યમાં બતાવી છે અને અમને સેન્સર બોર્ડ પાસેથી સર્ટીફિકેટ પણ મળી ગયું છે. કરણી સેનાને આ વાત ચોખ્ખા શબ્દોમાં જણાવાઈ છે અને છતાં તે મને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, તો હું એ કહેવા માગુ છું કે જો તે શાંત નહીં થયા તો તેમણે પણ એ જાણવું જોઈએ કે હું પણ રાજપૂત જ છું અને હું તે બધાને બરબાદ કરી નાખીશ. CBFC ચેરમેન પ્રસૂન જોશી પોતે આ ફિલ્મથી જોડાયેલા છે. તેમણે આ ફિલ્મના સંવાદ અને ગીત લખ્યા છે અને તે પોતે ભારત ફિલ્મના ગીતની લોન્ચિંગ દરમિયાન હાજર હતા. આ ફિલ્મ 'દેશ પ્રેમ જતાવો'ના નારા લગાવી રહી છે. એવામાં આ કહેવું સહેજ પણ યોગ્ય નથી કે આ ફિલ્માં કંઈ પણ અયોગ્ય દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કરણી સેના અને કંગના સામસામે : મણિકર્ણિકા રિલીઝ નહીં થવા દેવાની ધમકી

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દેશના રાષ્ટ્રપતિ પણ પોતાના ભવન બેસીને જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી રાણી લક્ષ્મીબાઈના બલિદાનની ગાથા દર્શાવવાના પ્રયત્નો કરે છે. ફિલ્મનું નિર્માણ કમલ જૈન અને ઝી સ્ટૂડિયોએ કર્યું છે. તો ફિલ્મનું દિગ્દર્શન કંગના અને કૃષે જ કર્યું છે.

kangana ranaut