કંગના રનૌત સાડીમાં લાગે છે આટલી ગોર્જિયસ, જુઓ ફોટોઝ

17 September, 2019 11:37 AM IST  |  મુંબઈ

કંગના રનૌત સાડીમાં લાગે છે આટલી ગોર્જિયસ, જુઓ ફોટોઝ

ગોલ્ડન સાડીમાં દીપી ઉઠી છે ક્વીન કંગના રનૌત

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાની ફિલ્મોની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. ફરી એકવાર કંગનાએ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા છે. ખાસ વાત એ છે કે આ વખતે કંગના રનૌત સાડીમાં દેખાઈ છે. અને સાડીમાં પણ કંગનાનો લૂક ખૂબ જ સ્ટાઈલિશ હતો. કંગનાનો આ લૂગ દર્શાવે છે કે ફેશનમાં તેને ટક્કર આપવી મુશ્કેલ છે.

કંગના રનૌતે બેંગ્કોકમાં એક એવોર્ડ શૉમાં હાજરી આપી હતી, જેમાં તે ટ્રેડિશનલ લૂકમાં દેખાઈ. આ શૉમાં કંગના રનૌતે તરુણ તહલાનીની ડિઝાઈન કરેલી ગોલ્ડન શિમરી સાડી પહેરી હતી. અને તેની સાથે કોર્સેટ સ્ટાઈલનો સ્વીટહાર્ટ નેકલાઈન બ્લેક બ્લાઉઝ પહેર્યો હતો. કંગનાની હેરસ્ટાઈલ પણ તેમના આ લૂકને વધુ સ્ટાઈલિશ બનાવી રહી હતી.

કંગના બેંગ્કોકમાં મિલેનિયમ બ્રિલ્યિન્સ એવોર્ડ 2019માં ચીફ ગેસ્ટ તરીકે પહોંચી હતી. જેમાં કંગનાના લૂકના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. અને ફેન્સ તેના ફોટોઝ પર સતત કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સને આ ફોટો ખૂબ જ ગમી રહ્યો છે. ટીમ કંગનાએ સાડીમાં કંગનાના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.

આ પહેલા પણ કંગના રનૌત અનેક પ્રસંગોએ સાડીમાં દેખાઈ ચૂકી છે, એક પ્રસંગે તેણે સિમ્પલ કોટન સાડી પહેરી હતી. ખાસ વાત એ છે કે કંગનાએ જે સાડી પહેરી હતી, તેની કિંમત માત્ર 600 રૂપિયા હતી. આ દરમિયાન કંગનાએ પેસ્ટલ કલરની કોટનની સાડી પહેરી હતી, જેમાં બ્રોડ બોર્ડર હતી. આ સિમ્પલ સાડી સાથે કંગનાએ બ્લેક કલરના ઓવરકોટ કૅરી કર્યો હતો.

આ પણ વાંચોઃ સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

વર્કફ્રંટની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ 'પંગા' અને તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતા પર બની રહેલી બાયોપિકમાં દેખાશે. કંગના રનૌતની ફિલ્મ પંગા 2020ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

kangana ranaut bollywood entertaintment