Kangana Ranaut On Chhapaak: અભિનેત્રીએ કર્યા દીપિકાના વખાણ, કહ્યું આ...

08 January, 2020 05:02 PM IST  |  Mumbai Desk

Kangana Ranaut On Chhapaak: અભિનેત્રીએ કર્યા દીપિકાના વખાણ, કહ્યું આ...

બોલીવુડની લગભગ દરેક અભિનેત્રી સાથે 'પંગા' લેનારી એક્ટ્રેસ કંગના રનૌતે દીપિકા પાદુકોણ અને તેની અપકમિંગ ફિલ્મ 'છપાક'ના વખાણ કર્યા છે. સાથે જ કંગનાએ ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝારને આ મુદ્દે ફિલ્મ બનાવવા માટે આભાર પણ માન્યો છે. દીપિકાની ફિલ્મ 'છપાક' બે દિવસ પછી એટલે કે 10 જાન્યુઆરીના રિલીઝ થવાની છે.

રંગોલીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કંગનાનો વીડ્યો શૅર કરતાં એક ટ્વીટ કર્યું છે જેમાં તેણે દીપિકા, મેઘના ગુલઝાર અને ફોક્સ સ્ટારના વખાણ કર્યા છે. વીડિયો શૅર કરતાં રંગોલીએ લખ્યું, 'દર્દ હજી પણ જળવાયેલું છે. અણારી ફેમિલી ટીમ 'છપાક'નો આભાર વ્યક્ત કરે છે અને તે સ્ટોરી જણાવવા માટે જેને લોકોને જણાવવાની જરૂર હતી.'

કંગનાએ જણાવ્યું દરિંદો કે મુંહ પર તમાચોઃ
વીડિયોમાં છપાકના વખાણ કરતાં કંગનાએ કહ્યું, 'તમે બધાને નવા વર્ષની શુભેચ્છાઓ...તાજેતરમાં મેં ફિલ્મ 'છપાક'નું ટ્રેલર જોયું. તે ટ્રેલર જોઇને મને બહેન રંગોલી સાથે થયેલા અકસ્માતની, તેની સાથે જે એસિડ અટેક થયો ગતો તેની બધી યાદો તાજી થઈ. પોતાના અને પરિવાર માટે મારી બહેન રંગોલીની હિમ્મત મને દરેક મુશ્કેલ પરિસ્થિતિથી 'પંગા' લેવા માટે પ્રેરિત કરે છે. તેની સ્માઇલ જ મને મુશ્કેલીને પંગો લેવાનું કારણ આપે છે. આજે હું અને મારો પરિવાર મેઘના ગુલઝાર અને દીપિકાનો આભાર માનું છું કે તેમણે આ મુદ્દે ફિલ્મ બનાવી. જેથી આનાથઈ લડડતાં તે જાબાંઝ હોંસલાઓને હિમ્મત મળે જે પોતાના જીનથી હાર માની બેઠા છે. આ ફિલ્મથી તે રાક્ષસોના મોં પર જબરજસ્ત તમાચો પડ્યો છે, જે પોતાની હરકતમાં સફળ થઈ ગયા, પણ પોતાના ઇરાદાઓમાં નહીં.'

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

જણાવીએ કે કંગનાની ફિલ્મ 'પંગા' પણ 24 જાન્યુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કંગના કબડ્ડી પ્લેયરનું પાત્ર ભજવી રહી છે.

deepika padukone kangana ranaut bollywood bollywood news