ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવનાર ફિલ્મોમાં સૌથી આગળ કબીર સિંહ

13 December, 2019 01:24 PM IST  |  Mumbai

ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવનાર ફિલ્મોમાં સૌથી આગળ કબીર સિંહ

કબીર સિંહ

‘કબીર સિંહ’ને સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર ફિલ્મોના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. શાહિદ કપૂર અને કિયારા અડવાણીની આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતાં એને પહેલું સ્થાન મળ્યું છે. જોકે બીજા નંબર પર ‘અવેન્જર્સ : એન્ડગેમ’ અને ત્રીજા સ્થાને ‘જોકર’ છે. ચોથા નંબર પર ‘કૅપ્ટન માર્વલ’, પાંચમા નંબરે ‘સુપર 30’, છઠ્ઠા સ્થાને ‘મિશન મંગલ’, સાતમા નંબર પર ‘ગલી બૉય’, આઠમા ક્રમાંકે ‘વૉર’, નવમા સ્થાને ‘હાઉસફુલ 4’ અને દસમા નંબર પર ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ છે.

જર્સીના શૂટિંગને લઈને નર્વસ છે શાહિદ કપૂર

શાહિદ કપૂર તેની ‘જર્સી’ના શૂટિંગને લઈને નર્વસ થઈ ગયો છે. તામિલની હિટ ફિલ્મ ‘જર્સી’ની આ હિન્દી રીમેક છે. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે શાહિદે ક્રિકેટની ખાસ ટ્રેઇનિંગ પણ લીધી છે. જોકે થોડા સમયથી તેની તબિયત લથડી હતી. એને લઈને તેના ફૅન્સને તેની ચિંતા થવા લાગી હતી.

આ પણ વાંચો : દબંગ 3ની રિલીઝ પહેલા દબંગ 4ની સ્ટોરી મળી હોવાનું જણાવ્યું સલમાને

પોતાના ફૅન્સનો આભાર માનતાં ટ્‍‍વિટર પર શાહિદે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા સૌની શુભેચ્છાનો હું આભારી છું. છેલ્લાં બે અઠવાડિયાંથી હું સક્રિય નહોતો. જોકે હું હવે સ્વસ્થ છું અને કામ કરવા માટે ઉત્સુક છું. ‘જર્સી’નું શૂટિંગ આવતી કાલથી શરૂ થશે. શૂટિંગ પહેલાંની મૂંઝવણ છે. અનિદ્રા અને બેચેની છે. દરેક પાત્રમાં પડકાર હોય છે. સાથે જ વાસ્તવિકતા શોધવાની પણ એક જવાબદારી રહે છે.’

shahid kapoor bollywood news