Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દબંગ 3ની રિલીઝ પહેલા દબંગ 4ની સ્ટોરી મળી હોવાનું જણાવ્યું સલમાને

દબંગ 3ની રિલીઝ પહેલા દબંગ 4ની સ્ટોરી મળી હોવાનું જણાવ્યું સલમાને

13 December, 2019 12:34 PM IST | Mumbai

દબંગ 3ની રિલીઝ પહેલા દબંગ 4ની સ્ટોરી મળી હોવાનું જણાવ્યું સલમાને

દબંગ

દબંગ


સલમાન ખાનની ‘દબંગ 3’ રિલીઝને આરે છે. એવામાં તેની પાસે ‘દબંગ 4’ની સ્ટોરી પણ તૈયાર હોવાનું જણાવ્યુ છે. ‘દબંગ 3’ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ‘દબંગ 4’ની સ્ટોરી વિશે જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘એ ફિલ્મ વિશેનો આઇડિયા હાલમાં જ મળ્યો છે. ક્યારેક એવું બને છે કે એક ફિલ્મ તમને તમારી બીજી ફિલ્મ માટે આઇડિયા આપે છે. ‘દબંગ 4’માં અમે દેખાડીશું કે રજ્જોના પિતા શું કામ આલ્કોહૉલિક છે અને ચુલબુલ તેને કેવી રીતે મળે છે.’

‘કિક 2’ વિશે પૂછવામાં આવતાં સલમાને કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે આ ફિલ્મમાં હું ‘કિક’નો ડેવિલ, ‘દબંગ’નો ચુલબુલ
પાન્ડે અને ‘વૉન્ટેડ’નો રાધે લઈને આવું. આવું જ કંઈક મારા દિમાગમાં ચાલી રહ્યું છે.’



આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લઈને આવશે લગ્ન કરનારા યુવાનો માટે સંગીત પ્રોજેક્ટ


છેલ્લાં નવ વર્ષથી ચુલબુલ પાન્ડેના અસ્તિત્વને અનુભવે છે સલમાન

સલમાન ખાનનું કહેવું છે કે તે છેલ્લાં નવ વર્ષથી ચુલબુલ પાન્ડેના સ્ટ્રૉન્ગ અસ્તિત્વને અનુભવે છે. ૨૦૧૦માં ‘દબંગ’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં સલમાને ચુલબુલ પાન્ડે નામના પોલીસની ભૂમિકા ભજવી હતી. તેનું એ પાત્ર લોકોમાં ખૂબ લોકપ્રિય બની ગયું છે. ૨૦ ડિસેમ્બરે રિલીઝ થનાર ‘દબંગ 3’માં પણ તે આ પાત્રને સાકાર કરશે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળવાની છે. પ્રભુ દેવાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ચુલબુલ પાન્ડે વિશે સલમાને કહ્યું હતું કે ‘છેલ્લાં નવ વર્ષથી ચુલબુલ પાન્ડેના સ્ટ્રૉન્ગ સમાનાંતર અસ્તિત્વને હું અનુભવું છું. ફૅન્સે આ કૅરૅક્ટરને જે પ્રકારે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એનાથી હું ભરપૂર ખુશ છું. હું જ્યારે એક વખત પોલીસની વર્દી અને મૂછો પહેરી લઉં છું તો હું સલમાન ખાન નથી રહેતો, હું ચુલબુલ પાન્ડે બની જાઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 12:34 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK