કબીર બેદીની વેબ કરીઅર શરૂ કિસકા હોગા થિન્કિસ્તાનમાં બન્યા બૉસ

02 September, 2019 01:08 PM IST  | 

કબીર બેદીની વેબ કરીઅર શરૂ કિસકા હોગા થિન્કિસ્તાનમાં બન્યા બૉસ

ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીના બૅકડ્રૉપ પર તૈયાર થયેલી ‘થિન્કિસ્તાન’ની સેકન્ડ સીઝન ‘કિસકા હોગા થિન્કિસ્તાન’થી કબીર બેદી પોતાની વેબ-કરીઅર શરૂ કરી રહ્યા છે. સેકન્ડ સીઝનમાં બૅકડ્રૉપ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીનું જ છે, કબીર બેદી એજન્સીના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા છે. કબીર બેદીનો ગેટઅપ ઍડગુરુ પ્રહ્‍લાદ કક્કર જેવો જ તૈયાર કરવામાં આવ્યો છે.

કબીર બેદીએ કહ્યું હતું કે ‘ગેટઅપને કારણે જ મને આ સિરીઝ કરવાનું મન થયું. પ્રહ્લાદની ક્રીએટિવિટીનો હું બહુ મોટો ફૅન છું, તેણે તૈયાર કરેલી ઍડ અને એ ઍડ પાછળ કઈ ફિલોસૉફી વાપરી છે એનો પણ મેં સ્ટડી કર્યો છે એટલે રોલ નાનો હોવા છતાં પણ મેં એ કરવાની હા પાડી દીધી.‘કિસકા હોગા થિન્કિસ્તાન’ એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે.

kabir bedi gujarati mid-day