જયેશભાઈ એક માનવામાં નહીં આવે એવો હીરો છે : રણવીર​ સિંહ

04 December, 2019 11:57 AM IST  |  Mumbai | Harsh Desai

જયેશભાઈ એક માનવામાં નહીં આવે એવો હીરો છે : રણવીર​ સિંહ

મળો જયેશભાઈ જોરદારને

રણવીર સિંહનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નો જયેશભાઈ ભાગ્યે જ જોવા મળે એવો હીરો છે. રણવીર તેની આગામી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યો છે. ‘બેફિકરે’ બાદ રણવીર અને યશરાજ ફિલ્મ્સ ફરી સાથે કામ કરી રહ્યાં છે. રાઇટર-ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર ‘જયેશભાઈ જોરદાર’ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી ગુજરાત પર આધારિત છે. તેનું એક્સક્લુઝિવ ફર્સ્ટ લુક અહીં જોઈ શકાય છે. આ પાત્ર માટે રણવીરે ઘણું વજન ઊતાર્યું છે. તે સિમ્બા નહીં બાજીરાવ નહીં, પરંતુ એક સામાન્ય વ્યક્તિ દેખાઈ રહ્યો છે. આ લુકમાં રણવીર તેની પાછળ ઊભી રહેલી મહિલાઓને બચાવતો જોવા મળી રહ્યો છે. તે બૉલીવુડના અન્ય હીરો કરતાં અલગ ફિલ્મો કરવાનું પસંદ કરે છે અને તે આ ફિલ્મ દ્વારા વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપતો જોવા મળશે. તેના પાત્ર વિશે જણાવતા રણવીરે કહ્યું હતું કે ‘ચાર્લી ચેપ્લિને કહ્યું હતું કે ખરેખર હસવા માટે તમારે તમારા દર્દને
સહન-સ્વીકાર- કરી એનો ઉપયોગ કરી લોકોને હસાવવા જોઈએ. જયેશભાઈ ભાગ્યેજ જોવા મળતો હીરો છે - તે એક સામાન્ય વ્યક્તિ છે. તે જ્યારે
અજીબોગરીબ પરિસ્થિતિમાં મુકાય ત્યારે તેનાથી એકદમ એક્સ્ટ્રા ઑર્ડિનરી વસ્તુ થઈ જતી હોય છે. તે ખૂબ જ સેન્સિટીવ અને દયાળુ છે. આજે સોસાયટી જ્યારે પુરુષપ્રધાન વિચારધારા ધરાવે છે ત્યારે જયેશભાઈ સ્ત્રી અને પુરુષને સરખુ મહત્ત્વ આપે છે. જયેશભાઈએ મને ખૂબ જ એક્સાઇટિંગ ચૅલેન્જ આપી છે. આ પાત્ર સાથે મને દૂર-દૂર સુધી કોઈ
લેવા-દેવા નથી અને એ માટે તૈયારી કરવા મારા માટે ખૂબ જ ચૅલેન્જિંગ રહ્યું હતું.’
રણવીરે તેના કામ દ્વારા દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. તે સતત અલગ-અલગ ફિલ્મમેકર્સ સાથે કામ કરી રહ્યો છે, જેથી તે લોકોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડી શકે. તેમ જ તેની સ્ક્રિપ્ટની પસંદગીમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ‘પદ્માવત’માં એન્ટી-હીરો ભજવીને અને ‘ગલી બૉય’માં સામાન્ય વ્યક્તિનું પાત્ર ભજવીને તેણે ભારતભરની સાથે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી છે. જોકે મોટા-મોટા ફિલ્મમેકર સાથે કામ કર્યા બાદ રણવીર સિંહ નવોદિત ડિરેક્ટર સાથે કામ કરી રહ્યો છે. ડિરેક્ટર દિવ્યાંગ વિશે રણવીરે કહ્યું હતું કે ‘દિવ્યાંગે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં જાન રેડી દીધી છે. ફિલ્મ જોતી વખતે તમે સતત આત્મનિરીક્ષણ કરતાની સાથે હસતાં પણ રહેશો.’

આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સને મનીષ શર્મા પ્રોડ્યુસ કરી રહ્યો છે, જેણે દિવ્યાંગની શોધ કરી છે. આ ફિલ્મ વિશે મનીષે કહ્યું હતું કે ‘ફિલ્મને પસંદ કરવાની હોય ત્યારે રણવીર ખૂબ જ ફિયરલેસ મોડમાં આવી જાય છે. તે સતત રિસ્ક લેતો રહે છે અને તેના લુક સાથે પણ એક્સપેરિમેન્ટ્સ કરતો રહે છે. બૉલીવુડના મોટાભાગના હીરો જેવાં કપડાં પહેરે છે એવા કપડાં જયેશભાઈ નથી પહેરી રહ્યો છે. આથી એ પણ રણવીર એક મોટું રિસ્ક લઈ રહ્યો છે. પોતાની ઇમૅજને સાઇડ પર મૂકીને રણવીર હંમેશાં ડિરેક્ટરના વિઝન પર ભરોષો કરે છે અને એથી જ તે ફિલ્મમેકર્સનો પસંદીદા બની ગયો છે. તેમ જ તેના કામને કર્મશિયલ જ નહીં, પરંતુ ક્રિટીક્સ દ્વારા પણ પસંદ કરવામાં આવે છે.’

ranveer singh yash raj films entertaintment