બાગી 3ના આ સેટ બનાવવા માટે લાગ્યો હતો ત્રણ મહિનાનો સમય

27 February, 2020 01:46 PM IST  |  Mumbai Desk | Harsh Desai

બાગી 3ના આ સેટ બનાવવા માટે લાગ્યો હતો ત્રણ મહિનાનો સમય

ટાઇગર શ્રોફની ‘બાગી 3’ના સેટ બનાવવા માટે પ્રોડક્શનને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. આ ફિલ્મને ઇન્ડિયાની સાથે સબ્રિયામાં પણ શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સિરિયાનું એક દૃશ્ય દેખાડવામાં આવ્યું છે જેમાં ત્રણ હેલિકૉપ્ટર જમીનદોસ્ત દેખાઈ રહ્યાં છે. આ દૃશ્ય માટે એક આખું શહેર ઊભું કરવામાં આવ્યું હતું. સાજિદ નડિયાદવાલાએ આ સેટ બનાવવા માટે કોઈ કસર નહોતી છોડી અને એ સેટ માટે દરેક ઘરની દીવાલ અને શહેર તહેસ-મહેસ થઈ ગયું હોય એ દેખાડવા માટે દરેક ડિટેઇલ પર કામ કર્યું છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ ટાઇગરના ભાઈનું પાત્ર ભજવી રહ્યો છે. આ સેટ વિશે રિતેશ દેશમુખે કહ્યું હતું કે ‘સિરિયામાં શૂટિંગ કરવું ઇમ્પોસિબલ હોવાથી સબ્રિયામાં જ સિરિયાનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. અમને શૂટ કરવાની ખૂબ જ મજા આવી હતી, કારણ કે અમને ખરેખર એ સિરિયા લાગી રહ્યું હતું.’
આ સેટને ક્લાઇમેક્સમાં દેખાડવામાં આવ્યો છે અને ત્યાં એક જોરદાર ઍક્શન દૃશ્ય દર્શકોને જોવા મળશે. આ સેટને બનાવવામાં ત્રણ મહિના લાગ્યા હતા, પરંતુ ક્લાઇમેક્સમાં એને એક જ ઝટકામાં બા.મ્બ દ્વારા ઊડાવી દેવામાં આવ્યો છે. છ માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાને આ દૃશ્યના ઍક્શન માટે ખાસ ઇન્ટરનૅશનલ કોરિયોગ્રાફરનો ઉપયોગ કર્યો હતો જેથી કોઈ જાનહાનિ ન થાય.

harsh desai bollywood bollywood news bollywood gossips entertainment news tiger shroff