અંગ્રેઝી મીડિયમના સેટ પર શેરડી ખાતો દેખાયો ઇરફાન

23 April, 2019 09:29 AM IST  | 

અંગ્રેઝી મીડિયમના સેટ પર શેરડી ખાતો દેખાયો ઇરફાન

ઇરફાન ખાન

ઇરફાન ‘અંગ્રેઝી મીડિયમ’ના શૂટિંગ દરમ્યાન શેરડી ખાઈ રહ્યો છે એવો ફોટો ટ્વિટર પર શૅર કર્યો છે. ફોટોમાં તેની બાજુમાં આ ફિલ્મનો ડિરેક્ટર હોમી અડાજણિયા બેઠેલો દેખાઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે ઇરફાન તેના ડિરેક્ટર સાથે મસ્તીના મૂડમાં છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં ઉદયપુરમાં ચાલી રહ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજન છે. ઇરફાનને મીઠાઈની દુકાનનો માલિક દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ છે. ઇરફાને ટ્વિટર પર શૅર કરેલા ફોટોમાં દેખાઈ રહ્યું છે કે ડિરેક્ટર હોમી ઇરફાનને તેનું કૅરૅક્ટર સમજાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : મીડિયા અને લોકોએ ન્યાસાને સ્પેસ આપવી જોઈએ : કાજોલ

જોકે ઇરફાન તેને ગંભીરતાથી ન લેતાં તેની સાથે મજાકના મૂડમાં દેખાઈ આવે છે. ફોટોમાં ઇરફાન કહી રહ્યો છે કે ઘણા સમયથી શૂટિંગ કરી રહ્યા છીએ તો હવે આપણે કૅરૅક્ટર વિશે ચર્ચા કરીએ? જેનો જવાબ આપતાં હોમી કહે છે કે તું શેરડી ખા, મને ફિલ્મ બનાવવા દે. એના પર ઇરફાન કહી રહ્યો છે કે શું કોઈ ડિરેક્ટરને બોલાવશે?

irrfan khan bollywood news