IFFI 2019માં બતાવવામાં આવશે ધર્મેન્દ્ર અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મો

13 November, 2019 07:08 PM IST  |  Mumbai Desk

IFFI 2019માં બતાવવામાં આવશે ધર્મેન્દ્ર અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મો

2019માં હિન્દી સિનેમાની કેટલીય ક્લાસિક ફિલ્મોની ગોલ્ડન જુબલી, એટલે કે આ ફિલ્મોની રિલીઝને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. સંજોગોથી ગોવામાં દરવર્ષે થતાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા એટલે કે IFFI પણ પચાસ વર્ષોના સફરને સેલિબ્રેટ કરી રહ્યા છે. એવામાં આ ફેસ્ટિવલમાં એવી કેટલીય ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવશે, જે 2019માં 50 વર્ષની થઈ ગઈ છે. આમાં ધર્મેન્દ્ર અને રાજેશ ખન્ના જેવા સુપરસ્ટાર્સની ફિલ્મો સામેલ છે.

આયોજકો પ્રમાણે, ગોલ્ડન લાઇનિંગ ફિલ્મ સેક્શનમાં ધર્મેન્દ્રની સત્યકામ અને રાજેશ ખન્નાની આરાધનાની સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ બન્ને ફિલ્મો 1969માં રિલીઝ થઈ હતી અને હિન્દી સિનેમાની ક્લાસિક ફિલ્મોની લિસ્ટમાં તેમનું નામ સામેલ છે. આરાધના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર માનવામાં આવતાં રાજેશ ખન્નાની પહેલી હીટ ફિલ્મ હતી. તેના પછી રાજેશ ખન્નાએ પાછળ ફરીનેનથી જોયું. આરાધનાને શક્તિ સામંતે ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં શર્મિલા ટાગોર ફીમેલ લીડ રોલમાં હતી. આરાધના 1969ની ટૉપ ગ્રૉસર ફિલ્મ બની.

તો, ધર્મેન્દ્રની સત્યકામ હિન્દી સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મ છે. અભિનય પ્રમાણેપણ આ ધર્મેન્દ્રની કરિઅરની બેસ્ટ ફિલ્મ કહેવામાં આવે છે. 1969માં આવી સત્યકામને ઋષિકેષ મુખર્જીએ નિર્દેશિત કરી હતી. ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મની પસંદગી બાબતે ખુશી વ્યક્ત કરી છે. ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને લખ્યું, "હું ઋષિ દાને મિસ કરું છું, મારા મોટાભાઈ, મારા ક્લાસ ડાયરેક્ટર. તે કહેતા હતા કે સત્યકામ તેમની સૌથી સારી ફિલ્મ છે. "

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

ફિલ્મમાં ધર્મેન્દ્રએ એવા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું, જે પ્રમાણિક છે અને હંમેશાં સાચું બોલે છે અને આ કારણે તેને ઘણી બધી તકલીફોનો સમાનો કરવો પડે છે. આ ફિલ્મમાં સંજીવ કુમાર પેરેલલ લીડ રોલમાં છે. અને સંજોગોવસાત આ ફિલ્મની હિરોઇન પણ શર્મિલા ટાગોર જ હતી. જો કે IFFI 2019ના ઉદ્ધાટન સમારંભમાં અમિતાભ બચ્ચન ખાસ મહેમાન બનશે. પોતે બિગબીએ પોતાનું કરિઅર 1969માં આવેલી સાત હિંદુસ્તાનીથી શરૂ કર્યું હતું અને આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં ગોલ્ડન જુબલી ઉજવી રહ્યા છે. IFFIનું આયોજન 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી હશે.

dharmendra rajesh khanna bollywood bollywood news bollywood gossips