IFFI 2019: આજથી શરૂ થશે એશિયાનું સૌથી મોટું ફિલ્મ ફેસ્ટિવલ

20 November, 2019 01:20 PM IST  | 

IFFI 2019: આજથી શરૂ થશે એશિયાનું સૌથી મોટું ફિલ્મ ફેસ્ટિવલ

ભારતમાં થતી સિનેમાની સૌથી મોટી ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)નું આજે ગોવામાં શુભારંભ થવાનું છે. પંજિમમાં શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં 50માં ઇફ્ફીનું શુભારંભ થશે. 9 દિવસ સુધી ચાલતાં આ ફેસ્ટિવલમાં ભારત અને વિદેશની કેટલીય ફિલ્મો બતાવવામાં આવશે અને આખા વિશ્વમાંથી હજારો ડેલીગેટ્સ આમાં ભાગ લેશે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગોવામાં રાજ્યપાલ સત્યપાલ મલિક, કેન્દ્રી. મંત્રી પ્રકાશ જાવડેકર પણ ભાગ લેશે.

એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ઇફ્ફી આ વખતે ગોલ્ડન જુબલી ઉજવી રહ્યા છે ફેસ્ટિવલમાં ભારત તરફથી અમિતાભ બચ્ચન અને રજનીકાંત મુખ્ય અતિથિ હશે. આ વખતે દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર માટે પસંદગી કરાયેલા અમિતાભ બચ્ચન અને આ વર્ષે 50 વર્ષ પૂરા કરનારી ફિલ્મો માટે ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેમાં કેટલીય ફિલ્મો બતાવવામાં આવશે. એવામાં આ ફેસ્ટિવલમાં એવી કેટલીય ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે 2019માં 50 વર્ષની થઈ છે. આમાં ધર્મેન્દ્ર અને રાજે ખન્ના જેવા સુપરસ્ટાર્સની ફિલ્મો સામેલ છે.

200થી વધારે ફિલ્મો બતાવવામાં આવશે
50માં ઇફ્ફીમાં 76 દેશોની 200થી વધારે ફિલ્મો બતાવવામાં આવશે. આમાંથી ભારતીય પેનોરોમા સેક્શનમાં 26 ફીચર ફિલ્મો અને 15 ફિલ્મો અનફીચર ફિલ્મો બતાવવામાં આવશે. આ ફેસ્ટિવલ 20 નવેમ્બરથી 28 નવેમ્બર વચ્ચે છે. આ વખતે તાજેતરમાં જ વિશ્વને અલવિદા કહેનારા સિનેમા જગતની હસ્તિઓને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ માટે IFFI રિમેમ્બર્સ સેક્શન હેઠળ ફિલ્મો બતાવવામાં આવશે, જેમાં ગિરીશ કર્નાડ, કાદર ખાન, ખય્યામ વગેરેના નામ સામેલ છે.

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેવી સિઝલિંગ તસવીરો...

રજનીકાંતને મળશે ગોલ્ડન જુબલી અવૉર્ડ
આ વખતે રજનીકાંતને ગોલ્ડન જુબલી અવૉર્ડના સ્પેશિયલ આઇકનથી નવાજવામાં આવશે. તેમના સિવાય ફ્રેન્ચ અભિનેત્રી ઇસાબેલ હુપર્ટને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગોલ્ડન જુબલીના અવસરે 50 મહિલા ફિલ્મમેકર્સની 50 ફિલ્મો બતાવવામાં આવશે. આ વર્ષે રૂસ આ ફેસ્ટિવલનો સહયોગી દેશ છે.

bollywood bollywood news bollywood gossips goa