રણબીરની ટૅલન્ટ સાથે સરખામણી કરવા મારે 4 ખુરશીઓની જરૂર પડે છે:અમિતાભ

27 February, 2020 03:25 PM IST  |  Mumbai Desk

રણબીરની ટૅલન્ટ સાથે સરખામણી કરવા મારે 4 ખુરશીઓની જરૂર પડે છે:અમિતાભ

અમિતાભ બચ્ચનને રણબીર કપૂરની ટૅલન્ટ સાથે સરખામણી કરવા માટે ચાર ખુરશીઓની જરૂર પડે છે. અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રૉય જોવા મળશે. ૨૦૨૦ની ૪ ડિસેમ્બરે ‘બ્રહ્માસ્ત્ર’ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પરનો એક ફોટો અમિતાભ બચ્ચને શૅર કર્યો છે. ફોટોમાં અમિતાભ બચ્ચન ચાર ખુરશીઓ પર અને રણબીર કપૂર બે ખુરશી પર બેઠા છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘કામ સવારના ૬ વાગ્યે શરૂ કરવામાં આવે છે. રિહર્સલ, બ્લૉકિંગ અને બાદમાં ફેવરિટ્સની સાથે એનું શૂટિંગ કરવાનું. મને તેની ટૅલન્ટ સાથે તાલમેલ બેસાડવા માટે ચાર ખુરશીઓની જરૂર પડે છે.’

bollywood bollywood news bollywood gossips amitabh bachchan ranbir kapoor