હું નથી ઇચ્છતી કે ઘોસ્ટ સ્ટોરીઝમાં ફક્ત બૂમબરાડા દેખાડવામાં આવે: ઝોયા

02 January, 2020 12:54 PM IST  |  Mumbai

હું નથી ઇચ્છતી કે ઘોસ્ટ સ્ટોરીઝમાં ફક્ત બૂમબરાડા દેખાડવામાં આવે: ઝોયા

ઝોયા અખ્તર

ઝોયા અખ્તરનું કહેવું છે કે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ દ્વારા તે લોકોને ડરાવવા માટે ફક્ત બૂમબરાડા દેખાડવા નહોતી માગતી. તેનું માનવું છે કે લોકોને ડર  લાગે એ માટે પણ ફિલ્મ સાથે કનેક્ટ થવું જરૂરી છે. ઝોયા અખ્તરનાં પાર્ટવાળી સ્ટોરીઝમાં જાહન્વી કપૂર અને સુરેખા સિકરી લીડ રોલમાં છે. આજે રિલીઝ થયેલી આ ફિલ્મમાં જાહન્વી હૉમ નર્સ બની છે. પોતાનાં સેગમેન્ટને વધુ ઍક્સાઇટિંગ બનાવવાની વાત કરતાં ઝોયા અખ્તરે કહ્યું હતું કે ‘આ ફિલ્મ ડર વિશે છે. વધતી વયનો ડર, એકલતા અને મૃત્યુનો ભય એમાં દેખાડવામાં આવ્યો છે. ઘોસ્ટ, ઝોમ્બી અથવા તો પૅરાનૉર્મલ એલિમેન્ટને લગતી કોઈ પણ સ્ટોરી કેમ ન હોય એનો મુખ્ય હેતું મનુષ્યના ડર સાથે હોય છે. જો એવું કરવામાં ન આવ્યું તો લોકોને ડર નહીં લાગે. ડરાવવા માટે પણ દર્શકો એની સાથે કનેક્ટ થાય એ જરૂરી છે. તમારે એ બાબતે સ્પષ્ટ રહેવું પડશે.

આ પણ વાંચો : કૅટરિના સવાલોનો મારો ચલાવે છે : રોહિત શેટ્ટી

હું પણ એક એવી સ્ટોરી લોકોને દેખાડવા માગું છું, જેની સાથે હું જોડાઈ શકું. આ સ્ટોરીમાં ડરાવવા માટે ફક્ત બૂમબરાડા ન હોય. આ સ્ટોરી માટે હું ઘણાં લોકોને મળી હતી, પરંતુ એન્સિયા મિર્ઝાને જ સમજમાં આવ્યું હતું કે મને શું જોઈએ છે. તેણે જ મને નર્સ અને એક વૃદ્ધ મહિલાની કાળજી લેતી હોય એવી આઇડિયા આપી હતી. મને પ્રિમાઇસ, સેટ-અપ ખૂબ પસંદ પડ્યો હતો. હું ચાહતી હતી કે લોકોને ડર સિવાય પણ અન્ય વસ્તુઓનો અનુભવ મળે.’

zoya akhtar bollywood news bollywood janhvi kapoor