દીકરાનો ચહેરો જોયા વગર હું ઊંઘી નથી શકતો : સૈફ અલી ખાન

22 May, 2019 10:40 AM IST  |  મુંબઈ

દીકરાનો ચહેરો જોયા વગર હું ઊંઘી નથી શકતો : સૈફ અલી ખાન

પપ્પા સાથે નટખટ તૈમૂર

સૈફ અલી ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે દીકરા તૈમુરને ન જુએ તો તે ઊંઘી નથી શકતો. સ્ટાર પ્લસ પર શરૂ થનાર શો ‘કહાં હમ, કહાં તુમ’ના પ્રોમોમાં સૈફ અલી ખાન લોકોને સંબંધોને સાચવવાની સલાહ આપી રહ્યો છે. આ શો જલદી જ શરૂ થવાનો છે. આ સિરિયલમાં દીપિકા કક્કડ સોનાક્ષીના પાત્રમાં અને કરણ ગ્રોવર રોહિતના રોલમાં જોવા મળશે. શોમાં દેખાડવામાં આવ્યું છે કે બન્ને વચ્ચે પ્રેમ તો અપાર છે, પરંતુ એકબીજાને ટાઇમ નથી આપી શકતાં. આ શો વિશે પોતાના વિચાર જણાવતાં સૈફે કહ્યું હતું કે ‘શોમાં સોનાક્ષી (દીપિકા કક્કર) અને રોહિત (કરણ ગ્રોવર)ને દેખાડવામાં આવ્યાં છે કે તેઓ તેમની લાઇફમાં ખૂબ બિઝી છે. એકબીજાને સમય પણ નથી આપી શકતાં. તેમની લાઇફને હું મારી બિઝી લાઇફ સાથે કનેક્ટ કરું છું. મારા હેક્ટિક શેડ્યુલને કારણે હું હંમેશાં એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે હું મારી ફૅમિલી માટે સમય કાઢી શકું.

આ પણ વાંચો : કેટલાક પ્રોડ્યુસરે મને કારણ વગર ફિલ્મમાંથી બહાર કાઢી હતી : શિલ્પા શેટ્ટી

શૂટિંગ લેટ પૂરું થતું હોવાથી હું નવથી નવના શૂટિંગમાં નથી માનતો. હું રાત્રે ખૂબ લેટ પહોંચું છું. મારી વાઇફ અને મારા દીકરા સાથે હું વધારે સમય પસાર કરું એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને મારા દીકરા સાથે, કારણ કે તે હમણાં મોટો થઈ રહ્યો છે. મારા દીકરાનો ચહેરો જોયા વગર તો હું ઊંઘી પણ નથી શકતો. ફૅમિલી હંમેશાં મોખરે છે. હું એ વાતની ખાસ તકેદારી રાખું છું કે હું મારી ફૅમિલી સાથે સમય વિતાવી શકું.’

saif ali khan taimur ali khan kareena kapoor bollywood news