એક સ્ટાર તરીકે પોતાને સિક્યૉર નથી માનતી: તાપસી

17 June, 2019 10:58 AM IST  | 

એક સ્ટાર તરીકે પોતાને સિક્યૉર નથી માનતી: તાપસી

તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે તે એક સ્ટાર તરીકે પોતાને સિક્યૉર નથી માનતી. જોકે એક કલાકાર તરીકે પોતાને સિક્યૉર ગણે છે. તેનું કહેવું છે કે તેને હજી ઘણું બધુ કરવાનું બાકી છે. આ વિશે વધુ જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું એક કલાકાર તરીકે સિક્યૉર છું. જોકે એક સ્ટાર તરીકે પોતાને સિક્યૉર નથી માનતી. જો મારી કેટલીક ફિલ્મો સારો દેખાવ નહીં કરી શકે તો મને નાપસંદ કરવામાં આવશે. જોકે એ ઠીક પણ છે એના કારણે હું સતત કંઈક નવું કરવા માટે ઉત્સાહિત હોઉં છું.

આ પણ વાંચો : જુઓ બિગ-બોસ 12ની કન્ટેસ્ટન્ટ નેહા પેંડસેની કાતિલ અદા

જો હું પોતાને સિક્યૉર માનવા લાગું તો હું રિલેક્સ થઈ જઈશ અને કોઈ ચોક્કસ વસ્તુ કામ કરી રહી છે એમ માનીને હું એ જ વસ્તુ કરીશ જેની મને ફાવટ છે. આ પ્રોફેશનની એ જ વિશેષતા છે કે એ તમને સતર્ક રાખે છે.’

taapsee pannu bollywood news