સ્ટ્રૉન્ગ મહિલાઓને સમાજ નથી સ્વીકારતો : હુમા કુરેશી

07 April, 2019 11:18 AM IST  | 

સ્ટ્રૉન્ગ મહિલાઓને સમાજ નથી સ્વીકારતો : હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશીનું કહેવું છે કે આપણા સમાજને સ્ટ્રૉન્ગ મહિલાઓ નથી પસંદ. ફિલ્મોમાં પણ મહિલાઓ માટે દમદાર રોલ્સ લખવામાં નથી આવતા. મહિલાઓ વિશે વધુ જણાવતાં હુમાએ કહ્યું હતું કે ‘મહિલાઓ માટે સારાં અને સ્ટ્રૉન્ગ પાત્રો લખવામાં આવે એ ખૂબ અઘરું છે. આપણા સમાજને સ્ટ્રૉન્ગ મહિલાઓ નથી પસંદ. આપણને એવી મહિલાઓ પસંદ છે જે પોતાના વિચારો અને પોતાની પસંદ-નાપસંદ વ્યક્ત ન કરે.

આ પણ વાંચો : સલમાને દબંગ 3ના સ્પેશ્યલ સૉન્ગ માટે સનીની જગ્યાએ પસંદ કરી મૌની રૉયને?

આપણી ફિલ્મોમાં એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જોકે હવે સમય બદલાયો છે. એવી કેટલીક સ્ટ્રૉન્ગ મહિલા રાઇટર્સ, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ઍક્ટર્સ છે જેમણે આખું પાસું બદલી નાખ્યું છે. એ ખરેખર સારી બાબત છે. આપણે આ પરિવર્તનનું સ્વાગત કરવું જોઈએ.’

huma qureshi bollywood news