કેમ ઋતિક રોશન શિક્ષકોને કહી રહ્યા છે Thank You

04 July, 2019 06:48 PM IST  |  મુંબઈ

કેમ ઋતિક રોશન શિક્ષકોને કહી રહ્યા છે Thank You

અભિનેતા ઋતિક રોશનની ફિલ્મ Super 30 આ મહિને રિલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મ રિલીઝ પહેલા ઋતિક રોશને એવું ટ્વિટ કર્યું છે, જેનાથી તેમના ફેન્સને તેમના પ્રત્યે આદર વધી ગયો છે. ઋતિક રોશને ટ્વિક કરીને દેશમાં શિક્ષકોના કામ અને મહત્વની વાત કરી છે. ઋતિકે ટ્વિટમાં લખ્યું છે કે,'શિક્ષક આપણા સમાજ અને દેશના ભવિષ્યનો રાષ્ટ્ર નિર્માતા છે.

દેશભરના શિક્ષકો પ્રત્યે સન્માન વ્યક્ત કરતા ઋતિક રોશને એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે જુદા જુદા પ્રોફેસરોને ટેગ કરીને આખા દેશના શિક્ષકો પ્રત્યે સન્માન વ્યક્ત કરીને તેમનો આભાર માન્યો છે. તેમણે લખ્યું છે કે,'પરિવર્તન ક્યાંથી શરૂ થાય છે ? તેની શરૂઆત એક વિચારથી થાય છે. પછી આ વિચાર આગળ પહોંચાડવામાં આવે છે. એક બીજ રોપવામાં આવે છે. બીજાને શીખવવામાં આવે છે. આવી જ રીતે આપણે શીખીએ છીએ, દેશનો વિકાસ થાય છે. જો તમે રાષ્ટ્રનિર્માતા બનવા ઈચ્છો છો તો શિક્ષક બનો. કારણ કે શિક્ષક જએ વ્યક્તિ છે કે જે વિચારોનો વિકાસ કરે છે, સમાજ અને દેશના ભવિષ્યને આકાર આપે છે.'

ઋતિકે લખ્યું છે કે મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે તે સમાજને બદલવા ઈચ્છે છે, પરંતુ કોઈ એમ નથી કહેતું કે હું શિક્ષક બનીને દુનિયા બદલવા ઈચ્છું છું. તમામ શિક્ષકોના યોગદાન બદલ આભાર.

આ પણ વાંચોઃ નીના ગુપ્તાની અત્યાર સુધીની ફિલ્મી સફર પર કરો એક નજર

ઉલ્લેખનીય છે કે ઋતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ Super 30માં શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ એક ગણિશાસ્ત્રીની ભૂમિકામાં છે, જે 30 વિદ્યાર્થીઓને IIT-JEEની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરે છે.

ફિલ્મના ટ્રેલરમાં ઋતિક રોશન સાથે મૃણાલ ઠાકુર પણ દેખાઈ રહી છે. Super 30ના ટ્રેલરને વર્ષનું શ્રેષ્ઠ ટ્રેલર ગણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 12 જુલાઈ 2018ના રોજ રિલીઝ થવાની છે અને તે આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે.

hrithik roshan bollywood entertaintment