હૃતિકના નાના અને ફિલ્મમેકર જે. ઓમ પ્રકાશનું અવસાન

08 August, 2019 01:21 PM IST  |  મુંબઈ

હૃતિકના નાના અને ફિલ્મમેકર જે. ઓમ પ્રકાશનું અવસાન

હૃતિકના નાના અને ફિલ્મમેકર જે. ઓમ પ્રકાશનું અવસાન

હૃતિક રોશનના નાના ફિલ્મમેકર જે. ઓમ પ્રકાશનું ગઈ કાલે સવારે મૃત્યું થયું હતું. તેમની ઉંમર ૯૩ વર્ષની હતી. ઉંમરને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે ‘આસ કા પંછી’, ‘આયી મિલન કી બેલા’ અને ‘આયા સાવન ઝુમ કે’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ અને ‘આપ કી કસમ’, ‘આશિક હૂં બહારોં કા’ અને ‘બગવાન દાદા’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરી હતી.

આ પણ વાંચો : સાહો માટે ફિલ્મની તારીખો બદલવા બદલ પ્રભાસે અન્ય ફિલ્મમેકર્સનો માન્યો આભાર

‘ભગવાન દાદા’માં હૃતિકે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. જે. ઓમ પ્રકાશની દીકરી પિંકીએ રાકેશ રોશન સાથે લગ્ન કર્યાં હતાં. જે. ઓમ પ્રકાશ વિમેન-ઓરિયન્ટેડ ફિલ્મો બનાવવા માટે પણ જાણીતા હતા.

hrithik roshan bollywood news