બિહાર બાદ હવે રાજસ્થાનમાં પણ સુપર 30 બની ટૅક્સ-ફ્રી

20 July, 2019 10:14 AM IST  | 

બિહાર બાદ હવે રાજસ્થાનમાં પણ સુપર 30 બની ટૅક્સ-ફ્રી

‘સુપર 30’

‘સુપર 30’ને બિહારમાં ટૅક્સ ફ્રી કર્યા બાદ હવે રાજસ્થાનમાં પણ એને ટૅક્સ ફ્રી કરવામાં આવી છે. બિહારનાં પટણામાં રહેતાં આનંદ કુમાર પોતાનાં ‘સુપર 30’ કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમનાં જીવનને પડદાં પર સાકાર કરતાં હૃતિક રોશને આ ફિલ્મમાં તેમનું પાત્ર ભજવ્યુ છે. ફિલ્મને ટૅક્સ ફ્રી કરવાની જાહેરાત કરતાં ટ્‍‍વિટર પર રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વીટ કર્યું હતું કે ‘આનંદ કુમારનાં જીવન પર આધારિત ‘સુપર 30’ વર્તમાન સમયમાં પ્રેરણાં પૂરી પાડતી ફિલ્મ છે. ઈચ્છા શક્તિ અને સમર્પણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે કે તમામ પડકારો છતાં પણ એને માત આપીને સફળતા મેળવી શકાય છે. આવી ફિલ્મોથી આપણે પ્રેરણાં લેવી જોઈએ. આપણાં સમાજનાં યુવાઓને ‘એક્સિલેન્સ ઇન એજ્યુકેશન’નું મૂલ્ય સમજાવું જોઈએ. હું જાહેરાત કરું છું કે રાજસ્થાન રાજ્યમાં આ ફિલ્મને ટૅક્સ ફ્રી કરવામાં આવે છે.’

આ પણ વાંચો : જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

ફિલ્મને ટૅક્સ ફ્રી કરવામાં આવતાં રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતનો આભાર માનતાં ટ્‍‍વિટર પર આનંદકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘માનનિય મુખ્યપ્રધાન અશોક ગેહલોતજી. તમારો ખૂબ આભાર કે તમે ‘સુપર 30’ને ટૅક્સ ફ્રી કરી છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ તમે મને ફોન પર શુભેચ્છા આપી હતી. હવે તમે આ નિર્ણય લીધો એનાંથી રાજસ્થાનનાં વિદ્યાર્થીઓ અને ટીચર્સને આ ફિલ્મ જોવામાં મદદ મળશે અને એમાંથી તેમને એક સ્ટ્રૉન્ગ મૅસેજ પણ મળશે.’

hrithik roshan rajasthan bollywood news