હૃતિક રોશનની કઝિન પશ્મિના કરવાની છે બૉલીવુડમાં એન્ટ્રી?

05 November, 2019 02:26 PM IST  |  Mumbai

હૃતિક રોશનની કઝિન પશ્મિના કરવાની છે બૉલીવુડમાં એન્ટ્રી?

હૃતિક રોશન અને કઝિન પશ્મિના

હૃતિક રોશનની કઝિન બહેન પશ્મિના બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. હૃતિકના કાકા રાજેશ રોશનની દીકરીનું નામ પશ્મિના છે. રાકેશ રોશન તેને લૉન્ચ કરશે એવી ચર્ચા ચાલી હતી, પરંતુ એવી શક્યતા છે કે તેને જાણીતું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કરશે. પશ્મિના થિયેટર્સનું બૅક-ગ્રાઉન્ડ ધરાવે છે. સાથે જ તેણે મુંબઈમાં બૅરી જૉનની ઍક્ટિંગ સ્કૂલમાંથી ઍક્ટિંગની ટ્રેઇનિંગ પણ લીધી છે. સાથે જ તેણે થિયેટર-ઍક્ટર અભિષેક પાન્ડે અને સાહિત્ય નાટક ઍકૅડેમી અવૉર્ડ વિજેતા ઍક્ટ્રેસ-ડિરેક્ટર નાદિરા બબ્બર પાસે પણ ટ્રેઇનિંગ લીધી છે.

આ પણ વાંચો : થિરૂટ્ટૂ પાયલે 2ની હિન્દી રીમેકનું શૂટિંગ શરૂ કર્યું વિનીત કુમારે

પોતાની કઝન બહેન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરતી હોવાથી હૃતિક ખૂબ ઉત્સાહિત છે. એવી ચર્ચા છે કે તે તેની બહેનને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યો છે. સ્ટેજ-ઍક્ટર તરીકે પશ્મિનાએ નામના મેળવી લીધી છે. હવે તે બૉલીવુડમાં આવવા માટે સજ્જ થઈ રહી છે.

hrithik roshan bollywood news