થિરૂટ્ટૂ પાયલે 2ની હિન્દી રીમેકનું શૂટિંગ શરૂ કર્યું વિનીત કુમારે

Published: Nov 05, 2019, 14:20 IST | Mumbai

વિનીત કુમારે વારાણસીમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે.

વિનીત કુમાર
વિનીત કુમાર

વિનીત કુમારે વારાણસીમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. ‘બાર્ડ ઑફ ધ બ્લડ’ અને ‘સાંડ કી આંખ’માં દેખાયા બાદ તેણે હવે ફરી શૂટિંગ શરૂ કરી દીધુ છે. તામિલની ‘થિરૂટ્ટૂ પાયલે 2’ની આ હિન્દી રીમેક છે. હિન્દીમાં ફિલ્મનું નામ શું રહેશે એનો ખૂલાસો નથી થયો.  આ રીમેકમાં ઉર્વશી રાઉતેલા પણ જોવા મળશે. ફિલ્મ વિશે વિનીત કુમારે કહ્યું હતું કે ‘હું આ ફિલ્મને લઈને ખૂબ ઍક્સાઇટેડ છું.

આ પણ વાંચો : પતિ, પત્ની ઔર વો સેક્સિસ્ટ ફિલ્મ નથી : ભૂમિ પેડણેકર

ફિલ્મની સ્ક્રિપ્ટ ઇન્ટરેસ્ટિંગ અને થોડી અલગ પણ છે. સાથે જ હું એ વાતને લઈને પણ ખુશ છું કે વારાણસીમાં શૂટિંગ ચાલી રહ્યુ છે, જે મારું ઘર પણ છે. ફિલ્મનું શૂટિંગ પણ સમયસર ચાલી રહ્યું છે. મારા હૉમ ટાઉનમાં અને લખનઉમાં શૂટિંગને લઈને હું ઉત્સાહિત છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK