ટાઇગર સાથે કામના અનુભવને હું મિસ કરીશ : હૃતિક રોશન

02 September, 2019 11:24 AM IST  | 

ટાઇગર સાથે કામના અનુભવને હું મિસ કરીશ : હૃતિક રોશન

હૃતિક રોશને જણાવ્યું હતું કે તે ‘વૉર’માં ટાઇગર શ્રોફ સાથે કામ કરવાના અનુભવને મિસ કરશે. આ ફિલ્મની રૅપ-અપ પાર્ટી યોજવામાં આવી હતી. આ ફિલ્મ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મારું હજી એક દિવસનું શૂટિંગ બાકી છે. આમ છતાં, સૌએ રૅપ-અપ સેલિબ્રેશન શરૂ કરી દીધું છે.

આ ફન સેલિબ્રેશનમાં જોડાઈને હું થોડો કન્ફ્યુઝ પણ છું. આશા રાખું છું કે તેમને યાદ હોય કે ફિલ્મના લાસ્ટ સીનનું શૂટિંગ બાકી છે. એમાં પણ જો હું સૌથી વધુ કંઈ મિસ કરીશ તો એ છે ટાઇગર શ્રોફ સાથે કામ કરવાનો અનુભવ. બીજા બધા પાર્ટી એન્જૉય કરી રહ્યા છે. તમને કામ પછી મળીશ.’

આ પણ વાંચો: કલાકારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અપીલ કરી વરુણ ધવને

hrithik roshan bollywood gossips gujarati mid-day