હૃતિક-ટાઇગરે વૉર માટે પોર્ટુગલના સૌથી ઊંચા પર્વત પર બાઇક સ્ટન્ટ કર્યા

24 July, 2019 11:26 AM IST  |  મુંબઈ

હૃતિક-ટાઇગરે વૉર માટે પોર્ટુગલના સૌથી ઊંચા પર્વત પર બાઇક સ્ટન્ટ કર્યા

હૃતિક-ટાઇગર વૉર

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફે તેમની આગામી ફિલ્મ ‘વૉર’ માટે પોર્ટુગલનાં સૌથી ઊંચા પહાડ પર બાઇકનાં ખતરનાક સ્ટન્ટ કર્યા છે. પોર્ટુગલમાં સેરા દા એસ્ટ્રેલા નામનાં પર્વત પર આ સીક્વન્સ શૂટ કરવામાં આવ્યા છે. આ પહાડ સમુદ્રનાં સ્તરથી ૬,૫૩૯ ફૂટની ઊંચાઈએ સ્થિત છે. યશ રાજ ફિલ્મ્સની ૨ ઓક્ટોબરે રિલીઝ થનાર ‘વૉર’ હિન્દી, તમિલ અને તેલુગુમાં જોવા મળવાની છે. આ સ્ટન્ટ વિશે ફિલ્મનાં ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘આ સૌથી ખતરનાક ઍક્શન સીક્વન્સ માટે તેમને પોર્ટુગલનાં સૌથી ઊંચા પહાડ સેરા દા એસ્ટ્રેલા પર સ્પીડમાં સુપર બાઇક્સ ચલાવવાની હતી. વિઝ્‍યુઅલથી ભરપૂર આ અદ્ભુત ઍક્શન ફિલ્મ છે જે હૉલીવુડની ઍક્શન ફિલ્મોની સરખામણીની છે. હૃતિક અને ટાઇગરે સુપર ફાસ્ટ બાઇક્સ ચલાવવા માટે જરૂરી ટ્રેઇનિંગ પણ લીધી હતી અને તેમણે પૂરા જોશ સાથે આ સીક્વન્સ શૂટ કર્યા હતાં.’

આ પણ વાંચો : સત્તે પે સત્તાની રીમેકમાં હૃતિક સાથે દીપિકા અથવા કૅટરિનાની જામશે જોડી?

સુપર 30ની સેન્ચુરી : અગિયાર દિવસમાં ૧૦૪.૧૮ કરોડનો બિઝનેસ

હૃતિક રોશનની ‘સુપર 30’એ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે એક અઠવાડિયામાં ૭૫.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પટનાના ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર બનેલી આ ફિલ્મે બીજા અઠવાયાના શુક્રવારે ૪.૫૨ કરોડ, શનિવારે ૮.૫૩ કરોડ, રવિવારે ૧૧.૬૮ કરોડ અને સોમવારે ૩.૬૦ કરોડની સાથે ટોટલ ૧૦૪.૧૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હૉલીવુડની એનિમેશન ફિલ્મ ‘ધ લાયન કિંગ’ રિલીઝ થઈ હોવા છતાં આ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે.

tiger shroff hrithik roshan bollywood news