કૅટરિનાને મઝદૂર કહીને બોલાવે છે હૃતિક રોશન

08 September, 2019 10:30 AM IST  |  મુંબઈ

કૅટરિનાને મઝદૂર કહીને બોલાવે છે હૃતિક રોશન

હૃતિક રોશન અને કૅટરિના કૈફ

હૃતિક રોશનનું કહેવું છે કે તે કૅટરિના કૈફને ‘મઝદૂર’ કહીને બોલાવે છે. જોકે કૅટરિના એને એક અપમાન સમજે છે. આ વિશે જણાવતાં હૃતિકે કહ્યું હતું કે ‘એક વાત હું કૅટરિનાને હંમેશાંથી કહું છું જેને તે એક અપમાન સમજે છે. જોકે હું તેને એક પ્રશંસા તરીકે માનુ છું. હું કૅટરિનાને ‘મઝદૂર’ કહીને બોલાવુ છું. તે એક વર્કર્સની જેમ કામ કરે છે.

આ પણ વાંચો : અલી અબ્બાસ ઝફરની ઍક્શન ફિલ્મમાં જોવા મળશે શાહરુખ?

મેં અત્યાર સુધી જેની પણ સાથે કામ કર્યું છે એમાં કૅટરિના સારી વર્કર છે. તે સુંદર અને હૉટ છે, પરંતુ હું તમને કહેવા માગુ છું કે કૅટરિના અંદરથી ‘મઝદૂર’ છે. એ બધુ ડૅકોરેશન્સ જેવુ છે, પરંતુ અંદરથી તો તે એક વર્કર છે. તે એક સુપર ટૅલેન્ટેડ છે. એથી કામ કરવુ એ તેના માટે સરળ બની જાય છે. મારા માટે પ‌ણ તેની સાથે કામ કરવુ સહેલુ બની જાય છે.’

katrina kaif hrithik roshan bollywood news