Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલી અબ્બાસ ઝફરની ઍક્શન ફિલ્મમાં જોવા મળશે શાહરુખ?

અલી અબ્બાસ ઝફરની ઍક્શન ફિલ્મમાં જોવા મળશે શાહરુખ?

08 September, 2019 10:16 AM IST | મુંબઈ

અલી અબ્બાસ ઝફરની ઍક્શન ફિલ્મમાં જોવા મળશે શાહરુખ?

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાન જલદી જ અલી અબ્બાસ ઝફરની ઍક્શન ફિલ્મમાં જોવા મળશે એવી શક્યતા છે. શાહરુખે ‘ઝીરો’ બાદ કોઈ પણ ફિલ્મ સાઇન નથી કરી. એવી ચર્ચા છે કે ૨૦૨૦માં રિલીઝ થનારી આ ઍક્શન ફિલ્મ માટે શાહરુખે હામી ભરી દીધી છે. આ ફિલ્મને યશ રાજ ફિલ્મસ પ્રોડ્યુસ કરશે. અલી અને શાહરુખ વચ્ચે ફિલ્મને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી. બાદમાં શાહરુખે ફિલ્મને હા પાડી હોવાની શક્યતા છે. શાહરુખને ઍક્શન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. એથી એમ કહી શકાય કે શાહરુખને પરફૅક્ટ સ્ક્રિપ્ટ મળી ગઈ છે. આ ફિલ્મને મોટા પાયે બનાવવાની યોજના છે.

આ પણ વાંચો : મારી જાતને પૂરવાર કરવા માટે મારા સ્ટન્ટ્સ હું પોતે જ કરતો હતો : સુનીલ શેટ્ટી



અલી અબ્બાસ ઝફરનાં કામથી શાહરુખ પહેલેથી જ પ્રભાવિત હતો. તે ફિલ્મમાં ઍક્શન અને ઇમોશનનો તાલમેળ સારો ગોઠવે છે. તો બીજી તરફ અલીની પણ ઇચ્છા હતી કે તે શાહરુખ સાથે કામ કરે. એથી આ ફિલ્મ દ્વારા લોકોને દિલધડક ઍક્શન દૃશ્યો જોવા મળવાનાં છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાહઅલ્લાહ’ શાહરુખ ખાનને ઑફર થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 10:16 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK