હૃતિક અને વાણી કપૂરની જોડી સ્ક્રીન પર ફ્રેશનેસ લાવી છે : સિદ્ધાર્થ આનંદ

06 September, 2019 10:38 AM IST  |  મુંબઈ

હૃતિક અને વાણી કપૂરની જોડી સ્ક્રીન પર ફ્રેશનેસ લાવી છે : સિદ્ધાર્થ આનંદ

હૃતિક અને વાણી કપૂર

‘વૉર’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે જણાવ્યું હતું કે હૃતિક રોશન અને વાણી કપૂરની જોડી ફિલ્મમાં ફ્રેશનેસ લાવી છે. આ બન્નેનું એક ગીત ‘ઘુંગરુ’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક પાર્ટી સૉન્ગ છે. બીજી ઑક્ટોબરે રિલીઝ થનારી ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ જોવા મળશે.

હૃતિક અને વાણીની પ્રશંસા કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હૃતિક અને વાણીની જોડી સ્ક્રીન પર ફ્રેશનેસ લઈને આવી છે. તેઓ સુંદર ઍક્ટર્સ છે. ‘વૉર’માં તેમની જોડી અદ્ભુત છે અને તેઓ બ્રિલ‌િયન્ટ ડાન્સર્સ છે. ‘ઘુંગરુ’ પાર્ટી ઍન્થમ છે. આ ગીતની ખાસ વાત એ છે કે એને ઇટલીના પોસિટાનો બીચ અને અમાલ્ફી કોસ્ટ પર ફિલ્માવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મારી લાઇફમાં દિલીપકુમારજી ને વહીદા રહેમાન આદર્શ છે : અમિતાભ બચ્ચન

‘વૉર’માં બધું જ હાઈ લેવલનું છે. ‘ઘુંગરુ’ દ્વારા અમે લોકોને બીચ ડે-પાર્ટી દેખાડીશું જેને આ અગાઉ તેમણે કદી પણ નહીં જોઈ હોય. ‘વૉર’ પહેલી એવી ફિલ્મ છે કે જેના ગીતને અદ્ભુત અમાલ્ફી કોસ્ટ પર ફિલ્માવવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ કે કોઈ કલાકારોએ અહીં ગીતનું શૂટિંગ નહીં કર્યું હોય. હું ખૂબ ખુશ છું કે આ બીચની સુંદરતાને દેખાડનારી અમારી આ પહેલી ફિલ્મ છે.’

hrithik roshan vaani kapoor bollywood news