હાઉસફુલ 4એ પહેલા દિવસે કર્યો 19.08 કરોડનો બિઝનેસ

27 October, 2019 10:17 AM IST  |  મુંબઈ

હાઉસફુલ 4એ પહેલા દિવસે કર્યો 19.08 કરોડનો બિઝનેસ

અક્ષયકુમાર

શુક્રવારે રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’એ પહેલા દિવસે ૧૯.૦૮ કરોડનો બિઝનેસ કર્યો છે. પૂનર્જન્મની સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, ક્રિતી સૅનન, પૂજા હેગડે, ક્રિતી ખરબંદા અને ચંકી પાન્ડે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની સાથે જ તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરની ‘સાંડ કી આંખ’ અને રાજકુમાર રાવ અને મૌની રૉયની ‘મેડ ઇન ચાઇના’ પણ રિલીઝ થઈ હતી. ‘સાંડ કી આંખ’ની વાત કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે માત્ર ૬૦ લાખનો જ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ વૃદ્ધ શાર્પશૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. ‘મેડ ઇન ચાઇના’એ પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર એક કરોડનું કલેક્શન મેળવ્યુ છે. ‘હાઉસફુલ 4’ કૉમેડી ફિલ્મ હોવાથી એને થિયેટર્સમાં લોકો વધુ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો : મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં નજર આવ્યા સિતારાઓ, જુઓ તસવીરો

દિવાળીનો સમય હોવાથી આ ત્રણેય ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. એમ છતાં ‘હાઉસફુલ 4’ ફક્ત ૧૯.૦૮ કરોડ રૂપિયાનો વકરો કરી શકી છે. કઈ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર વર્ચસ્વ જમાવે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.

akshay kumar bobby deol kriti sanon kriti kharbanda riteish deshmukh pooja hegde Housefull 4 bollywood news johnny lever