આઠ વર્ષમાં આટલું જલદી સ્ટારડમ મેળવવા વિશે રણવીર સિંહે કહ્યું...

17 September, 2019 10:35 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

આઠ વર્ષમાં આટલું જલદી સ્ટારડમ મેળવવા વિશે રણવીર સિંહે કહ્યું...

રણવીર સિંહ

રણવીર સિંહનું કહેવું છે કે આત્મવિશ્વાસને પગલે તે આજે આ સ્ટારડમ મેળવી શક્યો છે. ૨૦૧૦ની દસ ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘બૅન્ડ બાજા બારાત’ દ્વારા રણવીરે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આઠ વર્ષમાં તેણે ઘણી વાહ-વાહી મેળવી છે. તેના સ્ટારડમ માટે સંજય લીલા ભણસાલીની ફિલ્મો ખૂબ જ મોટો હાથ છે. ‘બૅન્ડ બાજા બારાત’ દ્વારા લોકોને લાગ્યું હતું કે તે એક સારો ઍક્ટર છે. જોકે ‘ગોલિયોં કી રાશલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્‌માવત’ દ્વારા તેણે સ્ટારડમ મેળવ્યું છે. ‘ગલી બૉય’ની સફળતાથી તેણે જણાવી દીધુ છે કે તે કોઈ પણ પાત્ર ભજવી શકે છે. તે ૨૦૨૦માં કબીર ખાનની ‘૮૩’, યશરાજ ફિલ્મ્સની ‘જયેશભાઈ જોરદાર’ અને કરણ જોહરની ‘તખ્ત’માં જોવા મળશે. આઠ વર્ષમાં આટલું સ્ટારડમ મેળવવા વિશે પૂછતાં રણવીરે કહ્યું હતું કે ‘આ તમામ વર્ષે મને ઘણી સારી યાદો આપી છે. આ સમયે હું હવામાં ઊડી રહ્યો છું, પરંતુ હું હંમેશાં યાદ રાખીશ કે મારી પાસે પહેલાં આ બધુ કંઈ નહોતું. મારો ફોન વાગશે કે નહીં અને મને કામ મળશે કે નહીં એ હું સતત વિચારતો હતો એ દિવસોને હું ક્યારેય નહીં ભુલુ. મારા માટે એ ખૂબ જ કપરો સમય હતો. એ દિવસોમાં મને નિરાશા, અપમાન અને રિજેક્શન દ્વારા ઘણું શીખવા મળ્યું હતું.

આ પણ વાંચો : રણવીર સિંહ આ કોરિયોગ્રાફરના પગે પડ્યો, વાયરલ થઇ તસવીર

એ સમયે બે બાબતોને કારણે હું સતત આગળ વધી રહ્યો હતો જેમાં પહેલું છે કે હું ઍક્ટિંગ માટે પૅશનેટ છું અને બીજું કે મારે આ પૈસા અને ફૅમ માટે નથી કરવું. હું પોતાના પર પર વિશ્વાસ રાખી રહ્યો હતો અને પોતાને કહીં રહ્યો હતો કે જો હું સારો વ્યક્તિ હોઈશ તો મારી સાથે સારું જ થશે. મેં દરરોજ મારી જાત પર વિશ્વાસ રાખ્યો હતો અને આજે પણ રાખી રહ્યો છું. આજે મને મળતી તમામ ઑપ્ચ્યુનિટીની હું ખૂબ જ વેલ્યુ કરું છું.’

ranveer singh bollywood news