દીપિકા પાદુકોણ બની છે દ્રૌપદી

25 October, 2019 09:53 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

દીપિકા પાદુકોણ બની છે દ્રૌપદી

દીપિકા પાદુકોણ

‘મહાભારત’ માટે દ્રૌપદીના પાત્ર માટે દીપિકા પાદુકોણને પસંદ કરવામાં આવી છે. આ મહાકાવ્ય ભારતના ઇતિહાસમાં ખૂબ જ અમૂલ્ય છે અને એના પર ઘણી સિરિયલ પણ બની ચૂકી છે. આ વિષય પર આમિર ખાન અને એસ. એસ. રાજામૌલી બન્નેએ ફિલ્મ બનાવવાનું પણ નક્કી કર્યું હતું. જોકે આમિરે એની જાહેરાત કરતાં એસ. એસ. રાજામૌલીએ વિચાર પડતો મૂક્યો હતો. જોકે ‘મહાભારત’ને પહેલી વાર દ્રૌપદીના પૉઇન્ટ ઑફ વ્યુ દ્વારા ફિલ્મમાં રજૂ કરવામાં આવશે.

આ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘દ્રૌપદીનું પાત્ર ભજવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ખરેખર આવું પાત્ર લાઇફમાં એક જ વાર ભજવવા મળે છે. મહારાષ્ટ્રમાં માઇથોલૉજિકલ સ્ટોરી ઘણી છે અને એ કલ્ચરથી ભરપૂર છે. ‘મહાભારત’માંથી લાઇફના ઘણા લેસન લેવામાં આવે છે, પરંતુ એ દરેક પુરુષના પૉઇન્ટ ઑફ વ્યુથી છે. ‘મહાભારત’ને એક અલગ રીતે રજૂ કરવાથી એ ઇન્ટરેસ્ટિંગ તો બનશે જ સાથે એ એટલું જ મહત્ત્વનું પણ છે.’

આ ફિલ્મને બે અથવા તો એનાથી વધુ પાર્ટમાં બનાવવામાં આવશે. આ ફિલ્મના પહેલા પાર્ટને ૨૦૨૧ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને મધુ મન્ટેના પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેની સાથે દીપિકા પણ એને કો-પ્રોડ્યુસ કરશે. ફિલ્મ બિગ બજેટ હોવાથી અન્ય ફિલ્મમેકર્સ સાથે પણ આ ફિલ્મ સાથે જોડાવા માટે ચર્ચા ચાલી રહી છે. આ વિશે મધુ મન્ટેનાએ કહ્યું હતું કે ‘બિગ સ્ક્રીન પર ‘મહાભારત’ની એપિક સ્ટોરીને દ્રૌપદીના દૃષ્ટિકોણથી કહેવી ખૂબ જ મોટી જવાબદારી છે. દરેક વ્યક્તિ ‘મહાભારત’ વિશે જાણે છે, પરંતુ દ્રૌપદીના પૉઇન્ટ ઑફ વ્યુથી જોવી લોકો માટે ઇન્ટરેસ્ટિંગ રહેશે.

આ પણ વાંચો : હૉસ્પિટલમાંથી રજા બાદ અમિતાભ બચ્ચનનું પાંચ કિલો ઘટ્યું વજન

આપણા ઇતિહાસમાં સૌથી મહત્વની કોઈ હિરોઇન હોય તો એ દ્રૌપદી છે. દીપિકા ફક્ત ઇન્ડિયાની જ સૌથી મોટી હિરોઇન નથી, તે આ ફિલ્મને વિશ્વભરમાં પહોંચાડી શકે છે. જો દીપિકા ન હોત તો અમે આ ફિલ્મને આટલા ભવ્ય લેવલ પર બનાવવાનું ન વિચાર્યું હોત. આ ફિલ્મના અન્ય ઍક્ટર્સની જાહેરાત માટે અમે ખૂબ જ આતુર છીએ.’

‘મહાભારત’માં અર્જુનના પાત્રમાં હૃતિક રોશન જોવા મળશે એવી ઘણી ચર્ચા ચાલી હતી.

deepika padukone bollywood news