ભૂમિ પેડણેકર બનશે ક્લાઇમેટ વૉરિયર

21 September, 2019 09:42 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ભૂમિ પેડણેકર બનશે ક્લાઇમેટ વૉરિયર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર ટૂંક સમયમાં ક્લાઇમેટ વૉરિયર બનવા જઈ રહી છે. ગ્લોબલ વૉર્મિંગ અને એન્વાયર્નમેન્ટલ કન્ઝર્વેશનને લઈને તે જાગરૂકતા ફેલાવતી જોવા મળશે. ગ્લોબલ વૉર્મિંગની અસર આપણે ખૂબ જ સારી રીતે જોઈ રહ્યાં છીએ. અતિ વરસાદ, અતિ ગરમી અને અતિ ઠંડી બધુ ગ્લોબલ વૉર્મિંગની જ અસર છે. દર વર્ષે પૉલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે અને એથી જ પર્યાવરણને બચાવવા માટે ભૂમિ ભારતભરમાં ‘ક્લાઇમેટ વૉરિયર’ કેમ્પેન શરૂ કરી રહી છે. આ કેમ્પેન ભૂમિ ઓનલાઇન ચલાવશે. તેમ જ પર્યાવરણ પ્રેમીઓના કામને લોકો સમક્ષ રજૂ કરી કેટલીક ઇકો-ફ્રેન્ડ્લી ચૉઇઝ કરવા માટે લોકોને પ્રેરિત કરશે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘પર્યાવરણને બચાવવા માટે જે પણ લોકો કામ કરી રહ્યાં છે તેમની સાથે ‘ક્લાઇમેટ વૉરિયર’ દ્વારા જોડાવવાનો હું પ્રય્તન કરી રહી છું. ક્લાઇમેટ ચૅન્જને કારણે જે પણ ક્રાઇસિસનો સામનો કરવો પડી રહ્યો છે એને અમે લોકો સમક્ષ લાવીશું. આ પ્લેટફોર્મ દ્વારા હું લોકોને એ જણાવવા માગું છું કે ક્લાઇમેટ ચૅન્જ હકિકતમાં થઈ રહ્યું છે અને એના ખૂબ જ ઘાતકી પરિણામો આવી શકે છે. આ કેમ્પેન દ્વારા હું કેટલાક પૉઝિટિવ બદલાવ લાવવાની આશા રાખી રહી છું. લોકો તેમના રૂટિનમાં થોડા ઘણાં બદલાવ લાવી કેવી રીતે ક્લાઇમેટ ચૅન્જને ઓછું કરી શકે છે એ વિશે અમે સતત જાગરૂકતા ફેલાવીશું.’

આ પણ વાંચો : હ્રિતિક અને ટાઈગરની 'War' ફિલ્મનું આ ગીત ડાન્સ ફ્લોર પર લગાવશે આગ

પુરાવા સાથે કામ કરતી ભૂમિ વધુમાં કહે છે, ‘પર્યાવરણ સાથે છેડછાડ અને ક્લાઇમેટ ચૅન્જને કારણે માનવજીવન પર કેવી અસર પડી રહી છે એના તમામ પુરાવાઓ હું રજૂ કરીશ. હું આ દુનિયાને આગામી જનરેશન માટે બચાવવા મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ અને વધુમાં વધુ લોકો એમાં જોડાય એ માટે પ્રયત્ન કરીશ.’

bhumi pednekar bollywood news