'મેંને પ્યાર કિયા'માટે રેકમેન્ડ કરીને ગાયબ થઈ અભિનેત્રીને શોધે છે સલમાન

27 December, 2019 02:44 PM IST  |  Mumbai Desk

'મેંને પ્યાર કિયા'માટે રેકમેન્ડ કરીને ગાયબ થઈ અભિનેત્રીને શોધે છે સલમાન

27 ડિસેમ્બરના સલમાન ખાન 54 વર્ષનો થઈ ગયો છે. બોલીવુડમાં હાલ સુપરસ્ટાર્સ તો ઘણાં છે, પણ સલમાનથી મોટું સ્ટારડમ કદાચ જ કોઇનું હોય. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષથી તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર મની મૅકિંગ મશીન બની ગઈ છે. પણ, કરિયરની શરૂઆત સલમાન માટે સરળ ન હતી.

હિન્દી સિનેમાના વેટરન રાઈટર સલીમ ખાનનો દીકરો હોવા છતાં પહેલી ફિલ્મ મળવા માટે સલમાનને ખૂબ જ મહેનત કરવી પડી. પણ બધી મુશ્કેલીઓ પાર કરીને સલમાન સૂરજ બડજાત્યાનો પ્રેમ બન્યો અને બોલીવુડને એક સિતારો મળ્યો. પણ શું તમે જાણો છો કે સલમાનનું નામ સૂરજ સુધી પહોંચાડવા માટે કોનું યોગદાન હતું?

29 ડિસેમ્બરના મેંને પ્યાર કિયા 30 વર્ષનો સફર પૂરો કરી રહી છે. આ અવસરે આવો જાણીએ, આ ફિલ્મ સાથે જોડાયેલી એવી વાતો જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતાં હશો. 'મેંને પ્યાર કિયા' સૂરજ બડજાત્યાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ હતી. સૂરજના પિતા રાજકુમાર બડજાત્યા આ ફિલ્મ દ્વારા દીકરાને નિર્દેશક તરીકે લૉન્ચ કરવાના બતા. આ લવસ્ટોરીની સ્ક્રિપ્ટ વાંચ્યા બાગ નક્કી કરવામાં આવ્યું કે ફિલ્મમાં નવા ચહેરાને તક આપવામાં આવવી જોઈએ.

પ્રેમ અને સુમનની શોધ શરૂ થઈ તો ફિલ્મ સૌથી પહેલા દીપક તિજોરી પાસે ગઈ, પણ વાત ન બની. દીપ રાજ રાણાએ ઑડિશન આપ્યું, પણ ફેલ થઈ ગયા. પીયૂષ મિશ્રા પણ લાઇનમાં હતા, પણ તેમણે ના પાડી. મોહનીશ બહલે ઑડિશન આપ્યું, જેમણે વિલેનના રોલ માટે પસંદ કરવામાં આવ્યું. આખરે વિંદુ દારા સિંહનું નામ ફાઇનલ કરવામાં આવ્યું અને ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં આવી. પણ, એક દિવસની શૂટિંગ બાદ વિંદુ બહાર કરી દેવામાં આવ્યા અને પછીથી લીડ એક્ટરની શોધ શરૂ થઈ.

તેના પછી જાણીતા એક્ટર યૂસુફ ખાનના દીકરા ફરાઝની પસંદગી કરવામાં આવી. શૂટિંગ શરૂ થઈ, પણ ફરાઝને પીળિયો થઈ ગયો. એક વાર ફરી લીડ એક્ટરની શોધ થવા લાગી. સૂરજ આની સાથએ જ હીરોઇન માટે પણ ઑડિશન કરી રહ્યા હતા. સુમન માટે એક્ટ્રેસ શબાના દત્તે પણ ઑડિશન આપ્યું અને આ દરમિયાન જ શબાનાએ સલમાનનું નામ સૂરજને રેકમેન્ડ કર્યું.

શબાના સલમાન સાથે એક ફુટવેર માટે કમર્શિયલ શૂટિંગ દરમિયાન મળી હતી. શબાનાને તો સુમનનો રોલ ન મળ્યો, પણ સલમાન આજે પણ તેને પ્રેમ બનાવવાનો ક્રેડિટ આપે છે. દુઃખદ વાત એ છે કે સલમાનને તેના જીવનની સૌથી મોટી સફળતાનો માર્ગ બતાવનાર અભિનેત્રીની કંઇ ખબર નથી.

આ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

સલમાન અને સૂરજે તેમને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મળી નહીં. સલમાનના નસીબ બદલનારી આ ફિલ્મ 29 ડિસેમ્બર 1989ના રિલીઝ થઈ હતી. સુમનના રોલમાં ભાગ્યશ્રીની એન્ટ્રી થઈ। તે સમયમાં ફિલ્મોના બજેટ 60-70 લાખ હતા, જ્યારે રાજશ્રી પ્રૉડક્શન્સની ફિલ્મો 40 લાખ રૂપિયાના બજેટમાં બની જતી હતી. પણ, મેંને પ્યાર કિયાના નિર્માણમાં એક કરોડનું ખર્ચ કરવામાં આવ્યું હતું. (ઇનપુટ- સંજુક્તા નંદીની બુક ખાનટાસ્ટિક-ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ધ બોલીવુડ્સ ટ્રાયો)

Salman Khan shabana azmi bollywood maine pyar kiya bollywood news happy birthday