ગુંજન સક્સેના, અંગ્રેજી મીડિયમ, રૂહી અફઝાની રિલીઝ ડેટ બદલાઇ...

17 February, 2020 06:10 PM IST  |  Mumbai Desk

ગુંજન સક્સેના, અંગ્રેજી મીડિયમ, રૂહી અફઝાની રિલીઝ ડેટ બદલાઇ...

બોલીવુડની ત્રણ અપકમિંગ ફિલ્મોની રિલીઝ ડેટ બદલાઇ ગઈ છે, જેમાં 'ગુંજન સક્સેના', 'અંગ્રેજી મીડિયમ', 'રૂહી અફઝા'નું નામ પણ સામેલ છે. ત્રણેય ફિલ્મોના મેકર્સે અંદરોઅંદર તારીખ બદલવાનો નિર્ણય કર્યો છે. નવી તારીખો પ્રમાણે, ફિલ્મ અંગ્રેજી મીડિયમને નક્કી કરેલી તારીખ કરતાં એક અઠવાડિયા પહેલા રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંગ્રેજી મીડિયમનું તાજેતરમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેના પછી ફિલ્મની ઘણી ચર્ચા થઈ રહી છે અને લોકોને ફિલ્મનું ટ્રેલર પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. અંગ્રેજી મીડિયમ, ગુંજન સક્સેનાની રિલીઝ થવાની તારીખે રિલીઝ થશે અને ગુંજન સક્સેના પછી... તો રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ રૂહી અફઝાની તારીખ પણ આગળ વધારવામાં આવી છે

કઇ છે નવી તારીખ
નવી તારીખો પ્રમાણે, ઇરફાન ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ અંગ્રેજી મીડિયમ 20 માર્ચને બદલે 13 માર્ચના રિલીઝ થશે. તો કારગિલ ગર્લ ગુંજન સક્સેનાના જીવન પર બનતી ફિલ્મ ગુંજન સક્સેના હવે 13 માર્ચને બદલે 24 એપ્રિલના રિલીઝ થવાની છે, જેમાં જાન્હવી કપૂર ગુંજન સક્સેનાની ભૂમિકામાં દેખાશે. તો રૂહી અફઝા 5 જૂનના રિલીઝ કરવામાં આવશે.

કરણ જોહરે પણ ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ગુંજન સક્સેનાની નવી તારીખ વિશે જણાવ્યું છે. સાથે જ કરણ જોહરે ગુંજન સક્સેનાની સાથે આવતી અન્ય બન્ને ફિલ્મોના વખાણ પણ કર્યા છે અને રિલીઝ ડેટ ઇન્ટરચેન્જ કરવાની માહિતી પણ આપી છે. જણાવીએ કે અંગ્રેજી મીડિયમ, હિન્દી મીડિયમ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ છે, જેમાં ઇરફાન ખાન, કરીના કપૂર અને રાધિકા મદાન દેખાશે. તો ગુંજન સક્સેના, કારગિલ ગર્લ ગુંજન સક્સેનાની બાયોપિક છે.

bollywood karan johar bollywood news bollywood gossips