ફૂડી પતિ કાર્તિક આર્યનને પીત્ઝા મોકલ્યા ભૂમિ પેડણેકરે

05 September, 2019 11:45 AM IST  |  મુંબઈ

ફૂડી પતિ કાર્તિક આર્યનને પીત્ઝા મોકલ્યા ભૂમિ પેડણેકરે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યનને તેની ‘પતિ, પત્ની ઔર વો’ની કો સ્ટાર ભૂમિ પેડણેકરે પીત્ઝા મોકલ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં
ચાલી રહ્યું છે. ફિલ્મમાં અનન્યા પાન્ડે પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજીતા કૌરની ફિલ્મની રીમેક છે. આ રીમેક ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : કોઈની નકલ કરવી એ કળા નથી : લતા મંગેશકર

ભૂમિએ પીત્ઝા મોકલ્યા એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘પત્ની તેનાં ફૂડી પતિને ફિટ રાખવા માગે છે. પીત્ઝા મોકલવા માટે થૅન્ક યુ ભૂમિ પેડણેકર. લખનઉમાં તો ફૂલ ઓન ડાએટ ચાલી રહી છે.’

kartik aaryan bollywood news bhumi pednekar