Good Newwz Box Office Collection Day 4:કરી આટલી કમાણી

31 December, 2019 12:49 PM IST  |  Mumbai Desk

Good Newwz Box Office Collection Day 4:કરી આટલી કમાણી

અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'ગુડ ન્યૂઝ' માટે બૉક્સ ઑફિસ પર ખૂબ જ આનંદના સમાચાર છે. ફિલ્મ બ઼ક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. આશા છે કે નવા વર્ષની શરૂઆત થતાં જ આ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. એમ કરવા માટે 'ગુડ ન્યૂઝ'ને લગભગ 22 કરોડનું કલેક્શન કરવાનું રહેશે.

સોમવારે થયો ઘટાડો
'ગુડ ન્યૂઝ'નું પહેલું વીકએન્ડ ખૂબ જ સારું રહ્યું. તેણે પહેલા વીકએન્ડમાં લગભગ 65 કરોડનું બિઝનેસ કર્યું છે. રવિવારે ફિલ્મે 25.65 કરોડનું કલેક્શન કર્યું. જો કે, સોમવારે કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ પ્રમાણે, 'ગુડ ન્યૂઝ'એ સોમવારે 13.41 કરોડનું કલેક્શન કર્યું. આ ઘટાડો ચિંતાજનક નથી. સોમવારે વર્કિંગ ડે હોવાથી ઘણીવાર એવું થાય છે. આ હિસાબે સોમવારે 'ગુડ ન્યૂઝ'નું બિઝનેસ ખૂબ જ સારું રહ્યું.

પિક્ચર અભી બાકી હૈ
આ ટ્રેલર છે, બૉક્સ ઑફિસ પર 'ગુડ ન્યૂઝ'ની પિક્ચર પણ હજી બાકી છે. અક્ષય કુમારની આ ફિલ્મને ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનો લાભ મળશે. રજાઓ અને પાર્ટીવાળા માહોલમાં કલેક્શનમાં જબરજસ્ત ઉછાળાની આશા છે. એવામાં 'ગુડ ન્યૂઝ' ટૂંક સમયમાં જ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

કોઇ નથી સામે ટક્કરમાં
બૉક્સ ઑફિસ પર ટક્કરના મામલે 'ગુડ ન્યૂઝ' સૌથી આગળ છે. આ ફિલ્મ માટે હાલ કોઈ જ ટક્કર દેખાતી નથી. અક્ષય કુમારની ફિલ્મને સૌથી વધારે જોરદાર ટક્કરની આશા સલમાન ખાનની 'દબંગ 3'થી હતી. જો કે, આ મામલે 'દબંગ 3' આશાઓ પર ખરી ઉતરી નહીં. હાલ આગામી વીકએન્ડમાં પણ 'ગુડ ન્યૂઝ' માટે કોઈ ખાસ ટક્કર દેખાતી નથી. જો કે, 10 જાન્યુઆરી પછી ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે.

10 જાન્યુઆરીના બે મોટી ફિલ્મો થિએટર્સમાં આવી રહી છે. પહેલી ફિલ્મ અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન સ્ટારર 'તાનાજી ધ અનસંગ વૉરિયર' છે. તો, બીજી ફિલ્મ દીપિકા પાદુકોણ અને વિક્રાન્ત મેસી સ્ટારર 'છપાક' છે. આ ક્લેશમાં ત્યાર સુધી 'ગુડ ન્યૂઝ'નું રોકાઇ શકવું મુશ્કેલ થઈ જશે. જો કે, આ દરમિયાન વૉક ઓવરમાં 'ગુડ ન્યૂઝ' જબરજસ્ત પ્રદર્શન કરી શકે છે. હવે જોવાનું એ છે કે ફિલ્મ કુલ કેટલું કલેક્શન કરી શકે છે....

akshay kumar kareena kapoor diljit dosanjh kiara advani bollywood bollywood news bollywood gossips