જો લાંબી રેસમાં ઊતરવું હોય તો થિયેટર કમ્પલ્સરી

02 September, 2019 12:59 PM IST  | 

જો લાંબી રેસમાં ઊતરવું હોય તો થિયેટર કમ્પલ્સરી

દિગ્ગજ ડિરેક્ટર-પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીની સ્ટાર પ્લસ પર આવેલી સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’ના લીડ સ્ટાર અને ટી-સિરીઝની ફિલ્મ ‘અક્સર-ટૂ’ના લીડ હીરો ગૌતમ રોડેએ ફાઇનલી સંજય ભણસાલીની વાત માનીને હિન્દી નાટક ‘આરોહી’ હાથમાં લીધું અને તેને સમજાયું કે સંજય ભણસાલી કયા કારણસર તેને સ્ટેજ પર ઍક્ટિંગ કરવાની સલાહ આપતા હતા.

આ પણ વાંચો: ગાળ વિનાની વેબ-સિરીઝ માટે મનોજ વાજપેયી રાજી

ગૌતમ રોડેએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો તમારે ઍક્ટિંગ-કરીઅરને લાંબી રેસમાં રાખવી હોય તો તમારે સ્ટેજ-ઍક્ટિંગ કમ્પલ્સરી કરવી જોઈએ. ટીવી ફાસ્ટફૂડ જેવું છે, પાંચ મિનિટમાં તૈયારી કરીને સીન કરી લેવાનો; પણ સ્ટેજ પ્રોટીન-ડાયટ જેવું છે, લાંબા સમય સુધી તમને હેલ્ધી રાખે.’સંજય ભણસાલીના હોમ પ્રોડક્શનમાં બનનારી એક ફિલ્મમાં ગૌતમ નેગેટિવ કૅરૅક્ટર પણ કરવાનો છે.

entertaintment gujarati mid-day