ગૌરી ખાન મારી સાઇલન્ટ સપોર્ટ સિસ્ટમ છે : કરણ જોહર

09 October, 2019 11:45 AM IST  |  મુંબઈ

ગૌરી ખાન મારી સાઇલન્ટ સપોર્ટ સિસ્ટમ છે : કરણ જોહર

ગૌરી ખાન સાથે કરણ જોહર

શાહરુખ ખાનની વાઇફ ગૌરી ખાનને કરણ જોહરે સાઇલન્ટ સપોર્ટ સિસ્ટમ ગણાવી છે. ગૌરીનો ગઈ કાલે બર્થ-ડે હતો. એથી ગૌરીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘મારી લાઇફનાં સ્ટ્રૉન્ગેસ્ટ સાઇલન્ટ સપોર્ટ સિસ્ટમને હૅપી બર્થ-ડે. હું જેટલી પણ વ્યક્તિને ઓળખું છું એમાં તે ખૂબ જ રિયલ છે. તે અંદર અને બહારથી સુંદર છે. તે જે રીતે એકી ટશે જોઈ રહે છે એનો અર્થ એ નથી કે તે મૂર્ખ છે, પરંતુ તે ગંભીરતાથી કોઈ વસ્તુનું નિરીક્ષણ કરી રહી છે. તે સ્ટ્રેસ-ફ્રી લાઇફ જીવવા માટે મને હસાવે છે. (હું શેના વિશે કહી રહ્યો છું એને તે બરાબર જા‌ણે છે.)

આ પણ વાંચો : ફિલ્મોના નૅગેટિવ રિવ્યુઝથી મને હવે કોઈ ફરક નથી પડતો : અનિલ કપૂર

સાથે જ મને તેના પર ખૂબ ગર્વ છે કે તેણે પોતાના માટે ખૂબ જ અદ્ભુત પ્રોફેશનલ ઝોન ઊભુ કર્યું છે અને એને સફળતાથી ચલાવે છે. આઇ લવ યુ ગૌરી સો મચ. તને એ વાતનો જરા પણ અંદાજો નથી કે અમારી લાઇફમાં તુ કેટલી પ્રેરણાદાયક છે. હંમેશાં આગળ વધે. હૅપી બર્થ-ડે.’

gauri khan bollywood news karan johar